રાજકોટની 16 વર્ષની વૃંદા દેશની સૌથી નાની ઉંમરની પાઈલોટ બની, પ્રાઇવેટ પાયલોટનું લાયસન્સ પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો

સામાન્ય રીતે 16 વર્ષની વયે કોઈને રસ્તા ઉપર વાહન ચલાવવાની મંજૂરી પણ મળતી નથી. પરંતુ મૂળ રાજકોટની અને હાલમાં બેંગ્લોરમાં રહેતી વૃંદા શિહોરાએ દેશની સૌથી નાની વયની પાઇલોટ બનવાનું ગૌરવ મેળવ્યું છે. વૃંદા શિહોરાએ 16 વર્ષની ઉંમરે પ્રાઇવેટ પાયલોટ લાયસન્સ પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો છે. વૃંદા શિહોરા બેંગ્લોરની ઇન્ટરનેશનલ સ્કૂલમાં 12માં ધોરણમાં અભ્યાસ કરે છે અને તેણે બેંગ્લોરની સરકારી ફ્લાયિંગ ટ્રેનિંગ સ્કૂલમાંથી પોતાની ટ્રેનિંગ પુરી પણ કરી લીધી છે.

વૃંદાએ 15 વર્ષની વયે અમેરિકામાં 900 ફૂટની ઉંચાઈએથી સ્કાય ડાઇવિંગ કર્યું

વૃંદા શિહોરાએ વાતચિત કરતા જણાવ્યું હતું કે, મને નાનપણથી જ એડ્વેન્ચરનો શોખ છે અને મને નાની ઉંમરે જ કઈંક કરી બતાવવાની તમન્ના હતી. મેં 15 વર્ષની વયે અમેરિકામાં 900 ફૂટની ઉંચાઈએથી સ્કાય ડાઇવિંગ કર્યું હતું અને 16 વર્ષની વયે યુરોપમાં 18 હજાર ફૂટની ઉંચાઈએથી ડાઇવિંગ કર્યું હતું. આ સાહસ પછી પણ મારે અટકવું ન હતું અને તેથી મેં પાઇલોટ બનવાનું નક્કી કર્યું હતું. 2016માં ગુજરાતમાંથી કણાર્ટકમાં શિફટ થયા પછી વૃંદાએ જકકુરમાં આવેલી પાઇલોટ ટ્રેનિંગ સ્કૂલ જોઈન કરી હતી. પ્રાઇવેટ પાયલોટ બનવા માટે 16 વર્ષની ઉંમર હોવી જરૂરી છે પણ કોમશિર્યલ પાઇલોટનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષ થવા જરૂરી છે.

વૃંદાએ 21 કલાકની તાલીમ નિરીક્ષણ હેઠળ લીધી

વધુમાં વૃંદાએ જણાવ્યું કે, પુરતી તાલીમ પ્રાપ્ત કર્યા પછી મારે જ્યારે એકલા હાથે વિમાન ઉડાડવાની ક્ષણ આવી ત્યારે મારા હરખનો કોઈ પાર ન હતો. મારામાં જબરો આત્મવિશ્વાસ આવી ગયો હતો અને મને ખાતરી હતી કે, હું કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર વિમાન ઉડાડી શકીશ. મેં એકલા હાથે 20 કલાકની તાલીમ લીધી હતી અને 21 કલાકની તાલીમ નિરીક્ષણ હેઠળ લીધી હતી.

વૃંદા ફોર સિટર અને સેવન સિટર વિમાન ઉડાડી શકે છે

સૌથી નાની વયે વિમાન ઉડાડવાની સિદ્ધી હાંસલ કરનાર વૃંદા શિહોરાનાં સપનાની ઉડાન ઘણી ઉંચી છે. તે કોમશિર્યલ પાઇલોટનું લાયસન્સ તો પ્રાપ્ત કરવા માંગે જ છે પણ તેની ઈચ્છા નાણામંત્રી બનવા માંગે છે. કદાચ એટલે જ, વૃંદાએ કોલેજનાં અભ્યાસ દરમિયાન અર્થશાસ્ત્ર અને પોલિટિકલ સાયન્સ જેવા વિષયો રાખ્યા છે. વૃંદા કહે છે કે, મારુ એક સપનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેમાં બેઠા હોય તે વિમાન ઉડાડવાનું છે. મને આશા છે કે, હું એક દિવસ આ સપનું પણ પૂરું કરીશ. વૃંદા એટલા માટે વધુ ખુશ છે કે, તેને કણાર્ટકના રાજ્યપાલ વજુભાઇ વાળાનાં મોઢે પ્રશંશા સાંભળવા મળી. વજુભાઈ વાળાએ અભિનંદનનો પત્ર પણ આપ્યો છે. વૃંદાએ કહ્યું કે હું અત્યારે ફોર સિટર અને સેવન સિટર વિમાન ઉડાડી શકું છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો