આધાર કાર્ડ સાથે હવે તમારા Voter ID કાર્ડને પણ લિંક કરાવવું પડશે! જાણી લો ચૂંટણી પંચનો આગામી મોટો પ્લાન

પેન કાર્ડ (PAN Card) બાદ હવે તમારે તમારું વોટર આઈ કાર્ડ (Voter ID)ને પણ આધાર સાથે લિંક કરાવવું જરૂરી બની શકે છે. સમાચાર થોડા ચોંકાવનારા છે, પરંતુ મીડિયા રિપોર્ટસના મતે, કાયદા મંત્રાલયે ચૂંટણી પંચ તરફથી આવેલા સૂચનને માની લીધું છે. પરંતુ કાયદા મંત્રાલયે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, એ અંગે ખાતરી કરવી જરૂરી છે કે આ પ્રક્રિયા દરમિયાન ડેટા ચોરી થતી રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે આધાર કાર્ડને વોટર આઈડી સાથે લિંક કરવા માટે કેન્દ્રીય કાયદા મંત્રાલયે અમુક શરતો સાથે હા પાડી છે. કાયદા મંત્રાલયની મંજૂરી પછી હવે ચૂંટણી પંચને વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેનો કાયદાકીય અધિકાર મળી શકે છે.

તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે અગાઉ ફેબ્રુઆરી 2015માં આધારને મતદાતાના વોટર આઈડી સાથે જોડાવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. તે વખતે એચ.એસ.બ્રહ્મા મુખ્ય ચૂંટણી કમિશ્નર હતા.

પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા સાર્વજનિક વિતરણ પ્રણાલી (પીડીએસ), એલપીજી અને કેરોસિન વિતરણમાં આધારના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાના કારણે ઓગસ્ટમાં આ કવાયત પડતી મૂકવામાં આવી હતી. પરંતુ ચૂંટણી પંચે અગાઉથી આધાર સાથે 38 કરોડ વોટર કાર્ડ લિંક કરી લીધા છે.

ઓગસ્ટ 2019માં ચૂંટણી પંચે કાયદા સચિવને એક પત્ર લખીને જનપ્રતિનિધિત્વ કાનૂન 1950 અને આધાર અધિનિયમ 2016માં સંશોધન કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જેથી મતદાતા યાદીમાં પણ ગડબડીઓથી બચી શકાય. જનપ્રતિનિધિત્વ કાનૂનના પ્રસ્તાવિત સંશોધન પ્રમાણે, ઇલેક્ટ્રોરલ રજિસ્ટ્રેશન ઑફિસર (ERO) મતદાતાઓ પાસે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તેમની પાસે આધાર નંબર માંગી શકે છે.

પંચે તર્ક આપ્યો છે કે આધાર સાથે વોટરઆઈડી કાર્ડને લિંક કરવાથી મતદાર યાદીમાં એકથી વધારે (ડુપ્લિકેટ નામો) નામોને દૂર કરવામાં મદદ મળશે. જે રાષ્ટ્રના હિતમાં છે. સંશોધનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આધાર નંબર નહીં આપવાની સ્થિતિમાં કોઈનું નામ ન તો મતદાર યાદીમાંથી હટાવવામાં આવશે ન તો તેને મતદાન કરતા રોકવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો