વિશાખાપટ્ટનમમાં સર્જાયેલ ગેસ કાંડના વીડિયો જોઇ તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે : 3 KM સુધી લોકો ઠેર-ઠેર રસ્તા પર ઢળી પડ્યા
આંધ્રપ્રદેશના દરિયાકિનારે આવેલા શહેર વિશાખાપટ્ટનમમાં એક ફેકટરીમાંથી ઝેરી ગેસ લીક થતાં અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકો બીમાર છે. આ એવો તે કેવો ગેસ છે જે આટલો ઝેરી છે? કેટલો ઘાતક છે આ ગેસ? જે પ્લાન્ટમાંથી ગેસ લીક થયો, તેમાં શું બને છે અને તેમાં આ ગેસનો શો ઉપયોગ થાય છે? આવો અમે તમને આ અંગે જણાવીએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
એથનીલબેન્જીન કે સ્ટીરીન ગેસના લીક થવાથી અકસ્માત
સૌથી પહેલાં વાત કરીએ ગેસની. જે કેમિકલ લીક થયું છે તે સ્ટીરીન છે જેને એથનીલબેન્જીન પણ કહેવાય છે. આ એક ઓર્ગેનિક કંપાઉન્ડ છે. આ એક સિન્થેટિક કેમિકલ છે જે રંગહીન લિક્વિડ તરીકે જોવાય છે. જો કે ઘણા સમયથી આ ગેસને રાખી મૂકવામાં આવે તો હલકા પીળા રંગનો દેખાય છે. હોમી ભાભા કેનસ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના પૂર્વ ડાયરેકટર ડૉકટર ડી રઘુનાથ રાવના મતે સ્ટીરીનનો ઉપયોગ મુખ્યત્વે પોલિસ્ટિરીન પ્લાસ્ટિક બનાવામાં કરાય છે.
Chemical gas leakage reported at LG Polymers industry in RR Venkatapuram village, #Visakhapatnam. Complained of burning sensation in eyes&breathing difficulties from the people who effected.#VizagGasLeak pic.twitter.com/YWW927Kk4B
— Bezawada Cult BoY 😎 (@AyanPawanist_) May 7, 2020
કેટલો ખતરનાક છે આ ગેસ?
આ ગેસની ઝપટમાં આવવાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ખરાબ રીતે પ્રભાવિત થઇ શકે છે. સાંભળવાની ક્ષમતા પણ ખત્મ થઇ શકે છે અને મગજનું સંતુલન ખત્મ થઇ શકે છે. બહારના વાતાવરણમાં આવ્યા બાદ સ્ટીરીન ઓક્સિજનની સાથે સરળતાથી મિક્સ થઇ જાય છે. પરિણામ એ આવે કે હવામાં કાર્બન મોનો ઓક્સાઇડની માત્રા વધવા લાગે છે. તેના સંપર્કમાં આવ્યા બાદ લોકોના ફેંફસાં પર ખરાબ અસર પડે છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કેટલાંક ડૉકટર્સે કહ્યું કે સ્ટીરીન ન્યૂરો-ટૉક્સિન ગેસ છે, જેના સંપર્કમાં આવ્યા બાદ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. તેનાથી 10 મિનિટની અંદર પ્રભાવિત વ્યક્તિનું મોત થઇ શકે છે.
Many children among those affected by the #gasleak, being provided first aid. @FilterKaapiLive pic.twitter.com/B5pFOWFyRk
— T S Sudhir (@Iamtssudhir) May 7, 2020
ઠેર-ઠેર રસ્તા પર બેભાન પડ્યા હતા લોકો
વિશાખાપટ્ટનમમાં જે જગ્યા પર ગેસ લીક થયો, તેના 3 કિલોમીટરના દાયરામાં દહેશત ફેલાય ગઇ. રસ્તા પર લોકો બેભાન પડેલા મળ્યા. કેટલાંય લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી તો કેટલાંયના શરીર પર ચક્કામા પડ્યા અને આંખમાં બળતરાની ફરિયાદ કરી રહ્યા હતા. ટીવી ફૂટેજમાં બાઇક સવારોને તેના પર પડતા જોઇ શકાયા છે. સાથો સાથ ગોપાલપટ્ટનમ વિસ્તારમાં રેસ્કયૂ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. ઘરોના દરવાજા તોડીને લોકોના બહાર નીકાળવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 150 લોકોને દાખલ કરાયા છે. જેમાંથી બે ડઝન લોકોની સ્થિતિ ગંભીર કહેવાય છે. સાથો સાથ પાંચ ગામડાંને ખાલી કરાવ્યા છે.
આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર સ્વરૂપ રાનીએ કહ્યું કે અમે તરત સ્થળ પર પહોંચ્યા. હવામાં ગેસને મહેસૂસ કરી શકતા હતા અને તેમાંથી કોઇની પણ માટે ત્યાં 5 મિનિટ કે તેનાથી થોડીક મિનિટ વધુ સમય સુધી ટકવું શકય નહોતું.
એલજી પોલિમર્સના પ્લાન્ટમાંથી લીક થયો ગેસ
આ ગેસ સાઉથ કોરિયન કંપની એલજી પોલિમરસના પ્લાન્ટમાંથી લીક થયો. આ પ્લાન્ટમાં પોલિસ્ટીરીન બનાવામાં આવે છે એટલે કે એવું પ્લાસ્ટિક જેનો ઉપયોગ રમકડા અને બાકી સાધનો બનાવામાં મોટાપાયા પર ઉપયોગ કરાય છે. પ્લાન્ટમાં સ્ટીરીન ગેસનો ઉપયોગ આ પ્લાસ્ટિકને બનાવા માટે થઇ રહ્યો હતો. આ પ્લાન્ટ વિશાખાપટ્ટનમ શહેરના બહારના વિસ્તારમાં આવેલો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

