ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે લાંબી બિમારી બાદ નિધન, આવતીકાલે અંતિમ દર્શન અને અંતિમયાત્રા

ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી એવા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું આજે સવારે નિધન થયું છે. વિઠ્ઠલભાઈના નિધન બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે.

અંતિમ દર્શન : તા.૩૦/૭/૧૯ મંગળવાર, સવારના ૭ થી બપોરના ૧૨ કલાકે, કન્યા છાત્રાલય-જામકંડોરણા,

સ્મશાન યાત્રા : તા.૩૦/૭/૧૯ મંગળવાર, બપોરે ૧ કલાકે તેમના નિવાસસ્થાનેથી પટેલ ચોક, જામ કંડોરણા.

વિઠ્ઠલભાઈ રાદડિયાની રાજકીય કારકિર્દીની ઝાંખી

  • તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (1987)
  • ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (1990થી 2009)
  • ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (1996થી 1998)
  • સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(1997થી 1998)
  • રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ (2000થી 2003)
  • રાજકોટ ડ્રિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન(1995થી સતત અત્યાર સુધી)
  • ઇફકો, ન્યુદિલ્હી ડિરેક્ટર (2004થી અત્યાર સુધી)
  • સંસદસભ્ય પોરબંદર વિસ્તાર(2009થી 2013)

ઠાકોરજી એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.. ૐ શાંતિ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો