આ છે પાણીદાર પટેલ નેતા વિઠ્ઠલ રાદડિયા, આવું છે તેમનું જીવન,

જેમના નામની આગળ કોઇ વિશેષણોની જરૂર નથી. તેવા વિઠ્ઠલ રાદડિયાનો 8 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. 1958માં જામકંડોરણામાં જન્મેલા વિઠ્ઠલભાઇએ 59 વર્ષ પૂરા કરી 60માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પરંતુ તેના પારિવારીક અને રાજકીય જીવનમાં સતત સંઘર્ષો આવ્યા છે. હાલ તેઓ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આઇસીયુમાં છે. અનેક ચડાવ-ઉતારને માત આપી વિઠ્ઠલભાઇ જીવનમાં સતત આગળ વધ્યાં છે. જાણીએ તેમની પારિવારીક અને રાજકીય સફર વિશે.

અભ્યાસ અને સમાજ સેવા, અલગ સૌરાષ્ટ્રના સ્વપ્નદ્રષ્ટા

વિઠ્ઠલભાઇએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. ખેતી અને સમાજ સેવા જીવનના પાયામાં રહ્યા છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન નાથદ્વારા, દ્વારકા, હરિદ્વાર, મથુરા, દિલ્હી સહિતના શહેરોમાં અલગ અલગ હોદ્દાઓ ધરાવી સમાજ સેવા આપી રહ્યાં છે. જામકંડોરણામાં 45 વિઘામાં ગૌશાળા પર ચલાવે છે. આ સિવાય જે તે સમયે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય માટે મોટુ સ્વપ્ન સેવી લડતના મંડાણ કર્યા હતા.

પત્ની ચેતનાબેન સાથે વિઠ્ઠલભાઇ

આ છે તેમની સંસ્થાઓ

જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય, હંસરાજભાઇ સવજીભાઇ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન જામકંડોરણા, માતૃશ્રી જયાબેન સવજીભાઇ ભાલાળા ક્ન્યા છાત્રાલય રાજકોટ સહિતની સંસ્થાઓ ચલાવી રહ્યાં છે.

પુત્ર જયેશ સાથે
પુત્ર જયેશ સાથે

રાજકીય સફર પર એક નજર

  • તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (1987)
  • ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (1990થી 2009)
  • ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (1996થી 1998)
  • સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(1997થી 1998)
  • રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ (2000થી 2003)
  • રાજકોટ ડ્રિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન(1995થી સતત અત્યાર સુધી)
  • ઇફકો, ન્યુદિલ્હી ડિરેક્ટર (2004થી અત્યાર સુધી)
  • સંસદસભ્ય પોરબંદર વિસ્તાર(2009થી 2013)
  • સંસદસભ્ય પોરબંદર વિસ્તાર (2009થી અત્યાર સુધી)
સૌરાષ્ટ્રમાં ખેડૂત નેતાની છાપ ધરાવે છે

વિવાદોમાં સપડાયેલા રહ્યા છે વિઠ્ઠલભાઇ

લોકોના હક્ક માટે ગમે તેની સાથે બાથ ભીડતા આ પટેલ નેતા સૌથી વધુ પોલીસ ચોપડે ચડ્યાની પણ ચર્ચા છે જ.

આગળની સ્લાઇડ્સમા જુઓ વિઠ્ઠલભાઇએ કેન્સર જેવા રોગને આપી માત.

1958માં જામકંડોરણામાં જન્મેલા વિઠ્ઠલભાઇએ 59 વર્ષ પૂરા કરી 60માં વર્ષમાં પ્રવેશ કર્યો

વિઠ્ઠલભાઇને કેન્સર જેવો જટિલ રોગ લાગતા અમેરિકા ટ્રીટમેન્ટ કરાવી હતી. ત્યાં ઓપરેશન કરાવ્યું હતું.  તેમને મોઢામાં કેન્સરનો રોગ લાગ્યો હતો.  ટ્રીટમેન્ટ  ચાલું  હોવા છતા વિઠ્ઠલભાઇ એ રીતે કામ કરી રહ્યાં છે જાણે કે કેન્સર જેવા રોગે પણ હાર માની લીધી હોય.
વિઠ્ઠલભાઇની ન જોયેલી વધુ તસવીરો……

હાલ અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
વિઠ્ઠલભાઇએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે

વિઠ્ઠલભાઈ રાદડિયાની કામ કરવાની પધ્ધતિ અને જુસ્સો હંમેશા યુવાનોને પણ શરમાવે એવો રહ્યો છે ત્યારે આજે પણ એમનીજ આગેવાનીમાં પટેલ સમાજના ભવનોનું કામ અવિરત ગતિએ ચાલુ છે અને ખેડૂતોના હક અને હિતમાટે કરેલી લડાઈ હંમેશા ખેડુત સમાજ યાદ રાખશે એવા કર્યો આદરણીય વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબે કર્યા છે ત્યારે પ્રભુ એમને દીર્ધાયુ જીવન અર્પે અને તંદુરસ્તી આપે એવી પ્રભુને પ્રાર્થના,

ખેતી અને સમાજ સેવા જીવનના પાયામાં રહ્યા છે
જામકંડોરણામાં 45 વિઘામાં ગૌશાળા પર ચલાવે છે
અલગ સૌરાષ્ટ્ર રાજ્ય માટે મોટુ સ્વપ્ન સેવી લડતના મંડાણ કર્યા હતા
વિઠ્ઠલભાઇના પત્ની રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે
ચાર પુત્રો, બેના આકસ્મિક મૃત્યુ
પૌત્ર સાથે વિઠ્ઠલભાઇ
વિઠ્ઠલભાઇના પુત્ર કલ્પેશનું જાન્યુઆરી 2014માં અવસાન થયું હતું
વિઠ્ઠલભાઇની પારિવારિક લાઇફ ખૂબ જ સંઘર્ષભરી રહી છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો