વિઠ્ઠલભાઈની તબિયતમાં સુધારો, વેન્ટીલેટરનો સમય ધટાડાયો

સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત નેતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા લાંબા સમયથી અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.તેઓ તબિયતના નાજુક તબક્કામાંથી પસાર થઈ રહીયા  છે. પરંતુ સુધારાના આશાસ્પદ સંકેત મળ્યા છે.

અમદાવાદ હોસ્પિટલ ખાતે તેમની પાસે રહેલા તેમના ભાણેજ શ્રી પી.સી.સાવલિયાએ જણાવ્યા મુજબ વિઠ્ઠલભાઈની તબિયત માં સુધારો દેખાય રહયો છે તેમને ન્યુમોનીયા માટી ગયો છે. તેમજ ઇન્ફેકશનની અસરમાંથી બહાર આવી રહીયા છે.આંખ સહિતના શરીર ના ભાગોની મુવમેન્ટ દેખાવા લાગી છે. હવે વેન્ટીલેટર માત્ર રાત્રીના સમયે ૬ કલાક જ ચાલુ રાખવામાં આવે છે. તેમની સારવાર કરતા તબીબો રીકવરીની  શરૂઆતને ખુબ જ આશાસ્પદ ગણાવી રહયા છે.

અમારા મિત્ર વર્તુળને એક હૃદયભરી અપીલ છે કે આપણા સૌના વડીલ આદરણીય શ્રીવિઠ્ઠલભાઈ રાદડિયા હાલ અમદાવાદ કેડિલા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને એમનીતબિયતમાં ખુબજ ઝડપથી સુધારો થઈ રહેલ હોય પરંતુ હાલ રાજકીય રીતે કેટલાક વિઘ્નસંતોશી તત્વોએ ખોટી રીતે અફવાઓ ફેલાવેલ હોય કોઈ મિત્રોએ આવી અફવાઓમાં ધ્યાન ન આપવા અમારી નમ્ર અપીલ છે અને તમારી સૌની દુઆથી અને ઠાકોરજીની કૃપાથી આદરણીય વિઠ્ઠલભાઈની તબિયતમાં ખુબજ ઝડપથી સુધારો થઈ રહ્યો છે

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો