વિસનગરની કોલેજમાં ટ્રસ્ટીના પુત્રએ છાત્રાને રૂમમાં એકલી જોઈને કહ્યું: ‘લાવ તારી ઠંડી ઉડાડી દઉં’

વિસનગર ખાતે આવેલી સીએન કોલેજના મહિલા ટ્રસ્ટી દવ્યાનીબહેનના દત્તક પુત્ર અને પટ્ટાવાળા મયુર મજબુદારે એક વિદ્યાર્થિનીની છેડતી કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. રોષે ભરાયેલાં વિદ્યાર્થીઓ ન્યાયની માગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે બનાવની ગંભીરતા સમજીને છાત્રાની છેડતી કરનાર આરોપી સામે ગુનો નોંધ્યો છે.

વિસનગર સ્ટેશન રોડ પર શ્રીમતી સીસી મહિલા એન્ડ સીએન કોમર્સ કોલેજના પટાવાળાના વર્તનથી ત્રસ્ત વિદ્યાર્થીઓએ શનિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. વિગતો પ્રમાણે એક વિદ્યાર્થિની અભ્યાસ માટે સવારે કોલેજ ખાતે આવી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ કોલેજ ખાતે આવેલ ન હોઈ વિદ્યાર્થિની કોલેજના નીચેના ભાગે આવેલ રૂમમાં બેઠી હતી. જ્યાં પટાવાળા તરીકે ફરજ બજાવતાં મયુર મજબુદાર ત્યાં આવી ચઢ્યો હતો. અને કહેવા લાગ્યો હતો કે તને ઠંડી લાગે છે. જેથી છાત્રાએ હા બહું ઠંડી છે તેમ કહેતાં જ પટાવાળો તેની નજીક આવી તારી ઠંડી ઉતારી દઉ કહી અડપલા કર્યા હતા. જેથી વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં પટાવાળો ભાગી ગયો હતો.

છાત્રાએ આ મામલે તેના પતિને જાણ કરતાં હોબાળો મચી ગયો હતો. છાત્રો સહિત લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા. અને પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો. જ્યાં પોલીસ સ્ટાફે મામલો થાળો પાડે છાત્રાની ફરિયાદ લઈને પટાવાળા સામે ગુનો નોંધ્યો હતો. અને ફરાર પટાવાળાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ અગાઉ પણ મયૂરે છોકરીઓની છેડતી કરી હતી. પણ ટ્રસ્ટીનો પુત્ર હોવાથી છાત્રાઓ તેની ફરિયાદ કરતાં ડરતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો