રાજકોટમાં કુંવારી માતાનો અજીબો ગરીબ કિસ્સો આવ્યો સામે: હોસ્પિટલમાં યુવતીનો ખુલાસો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

રાજકોટ શહેરમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે. કુંવારી યુવતી માતા બની હોવાની વાત સામે આવતા પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જોકે બાદમાં યુવતીએ પોલીસ સમક્ષ ખુલાસો કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. યુવતી દ્વારા પોલીસને ખબર પડી કે એક યુવક અને આ યુવતીએ ગાંધર્વ લગ્ન કરી લીધા છે. ત્યારે યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ કરવાની જગ્યાએ હોસ્પિટલ ખાતે જ વેવિશાળ નક્કી કર્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના લોઠડા ગામે ૧૯ વર્ષીય યુવતીને પેટમાં દુખાવો ઉપડતા તેને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ યુવતી ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ યુવતીની તાત્કાલિક અસરથી પ્રસૃતિ કરવી પડશે તેવું પણ જણાવ્યું હતું. ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે યુવતીની પ્રસુતિ કરાવવામાં આવી હતી. ત્યારે અધૂરા માસે બાળકનો જન્મ થતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવેલ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે બાળકને ખસેડવામાં આવ્યો છે. તો હાલ માતાને પણ ત્યાજ રાખવામાં આવી છે.

કુંવારી યુવતીએ બાળકને જન્મ આપવાની જાણ થતા આજીડેમ પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. હોસ્પિટલ પહોંચીને આજીડેમ પોલીસ મથકના સ્ટાફે યુવતીની પૂછપરછ કરી હતી. ત્યારે યુવતીએ પોલીસ સ્ટાફને જણાવ્યું હતું કે તેની જ્ઞાતિના યુવક સાથે તેને પ્રેમ સંબંધ છે. તેમણે મંદિરમાં લગ્ન કર્યા છે અને તેમના પ્રેમ થકી જ તેને સંતાનની પ્રાપ્તિ થઈ છે.

પોલીસ દ્વારા આ ઘટના બાદ યુવક અને તેના પરિવારને પણ હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં બંને પરિવારે સમગ્ર ઘટનાની માહિતી મેળવી યુવક અને યુવતીના પોલીસની હાજરીમાં રાજીખુશીથી વેવિશાળ નક્કી કર્યા હતા. તો સાથે જ યુવકે યુવતીને તેમજ તેના સંતાનને અપનાવવાની ખાતરી પણ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો