ભ્રષ્ટાચારી પોલીસનો ભાંડાફોડ: ‘સાહેબ 100માં ચલાવી લો ને, ના 200 આપ તો જ જવા દવ’ જુઓ વીડિયો

આપણા દેશમાં ભ્રષ્ટાચારના વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. ફરી એકવાર પોલીસ કોન્સટેબલનો વીડિયો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના લખનઉમાં ટ્રેક્ટર ડ્રાઇવર પાસેથી લાંચ માગતો પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે. કે જેમાં એક પોલી લાંચ માંગતો જોઇ શકાય છે. હેડ કોન્સ્ટેબલ મુનેન્દ્ર નાથ યાદવ તરીકે નામ બહાર આવ્યું છે. આ ક્લિપમાં યાદવે ટ્રાફિકના ભંગ બદલ ટ્રેક્ટર ટ્રોલી ડ્રાઇવર પાસેથી 200 રૂપિયાની માંગણી કરી એ સાંભળી શકાય છે.

જ્યારે ડ્રાઇવરે તેને 100 રૂપિયાની ઓફર કરી ત્યારે યાદવે વધુ પૈસાની માંગ કરી. 200 રૂપિયાની નોટ મળ્યા પછી જ યાદવે ટ્રેક્ટર ચાલકને ત્યાંથી જવા દીધો. આ ઘટના સબ ઇન્સ્પેક્ટર વિજયસિંહની હાજરીમાં બની હતી. ત્યારબાદ બન્ને પોલીસને ચેકીંગના નામ પર ભ્રષ્ટાચાર કરવાના આરોપ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો