સુરત મનપાના કર્મચારીઓએ ચાલુ ફરજે દારૂ પાર્ટી કરી, વીડિયો વાયરલ થતા કમિશનરે તાત્કાલિક પગલાં ભર્યા.

રાજ્યમાં (Gujarat) દારૂબંધી (Liquor ban) વચ્ચે સુરત (surat) મનપાના (SMC Employee) અધિકારીઓનો ઓફિસમાં બેસી દારૂ પાર્ટી કરતો વિડીયો (Viral video of Liquor party) વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે આ બંને અધિકારીની ઓળખ કરી પાલિકા કમિશનર દ્વારા બન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બે ઝોનમાં કમર્ચારીઓ ચાલુ ફરજે દારૂની પાર્ટી કરતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ હતી.

ગુજરાતમાં દારૂ બંધીની ગુલબાંગો પોકારવામાં આવે છે. પરંતુ શહેરમાં તો સામાન્ય લોકોની સાથે સાથે અધિકારો પણ હવે દારૂની મહફિલ કરતા દ્રશ્યો છાસવારે જોવા મળી રહ્યાં છે. ત્યારે શહેરમાં વધુ એક વાર મનપાના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા વિડીયો વાયરલ થયો છે. ઉધના ઝોનના બે અધિકારીઓ મહેફિલ માણતા સામે આવ્યાં છે.

વાઈરલ થઈ રહેલા વીડિયોમાં દેખાતા ઉધના ઝોનના સર્વેયર તરીકે કામ કરતાં બન્ને અધિકારીઓ દારૂ બંધીના લીરેલીરા ઉડાવીને દારૂની પાર્ટી કરતાં હોવાનું વાઈરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. જેથી આ વાઈરલ વીડિયોના આધારે પાલિકા કમિશનરે કડક પગલાં લેતા બન્નેને સસ્પેન્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતનાં નવા પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી શહેરમાં બુટલેગરો, જુગારધામ કોલ સેન્ટર પર તવાઈ આવી છે.

પરંતુ દારૂબંધી વચ્ચે પાલિકાના આ બન્ને અધિકારીઓ પાસે ક્યાંથી મળી આવ્યો તે પોલીસ માટે એક તપાસનો વિષય બની જાય તેમ છે. તેમજ તેઓ આ દારૂની બોટલ ક્યાંથી અને કોના ત્યાંથી આવી, કઈ પરિસ્થિતિમાં લાવવામાં આવી તે બાબત પણ તપાસનો વિષય બની ગયો છે.

આ સમગ્ર ઘટના મામલે પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ઉધના ઝોનમાં ફરજ બજાવતા વીરેન્દ્ર ઠાકોર અને વિશાલ મુન્શીની ઓળખ કરવામાં આવી છે. પાલિકા દ્વારા બન્ને કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવ્યાં છે. હાલ બન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. સાથે જ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો