કુતરાની વફાદારી તો જુઓ! પાણીમાં બોલ લેવા જતી બાળકીનું ફ્રોક ખેચીને બચાવી, જુઓ વીડિયો

પ્રાણીઓમાં વફાદારી માટે કૂતરું દુનિયાભરમાં મોખરે છે. ઘણી વખત વિશ્વાસુ કૂતરાનાં કિસ્સા ભલભલા માણસને પણ પાછળ પાડી દે છે. હાલમાં ઇન્ટરનેટ પર એક વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કૂતરો 2 વર્ષની બાળકીને નદીમાં ડૂબતી બચાવે છે. હાલ સોશિયલ મીડિયા પર લોકો ભરપૂર પેટે આ વફાદાર કૂતરાંનાં વખાણ કરી રહ્યા છે.

બાળકીને કિનારા પર મૂકીને કૂતરું બોલ લેવા માટે નદીમાં ગયું

ઇંગ્લેન્ડના ફિઝિક્સ અસ્ટ્રૉનમિ ઓર્ગેનાઈઝેશને આ વીડિયો શેર કર્યો છે. 16 સેકન્ડના વીડિયો યુઝર્સના રુંવાડાં ઊંચા કરી દે તેવો છે. આ વીડિયોમાં એક બાળકીનો બોલ ભૂલથી નદીમાં પડી જાય છે. નદીની ઊંડાઈ વિશે બાળકીને કોઈ ખબર ન હોવાથી તે પાણીમાં ઊતરવાનો પ્રયત્ન કરે છે. એટલામાં તેનો પાલતુ કૂતરો આવીને તેનું ફ્રોક ખેચીને તેને કિનારે મૂકી દે છે, પણ વાત અહીંયા પૂરી નથી થતી. બાળકીને કિનારે મૂકીને કૂતરું પોતે પાણીમાં બોલ લેવા જાય છે અને બાળકીને આપે દે છે.

દુનિયાભરના લોકો આ વીડિયો પર રિસ્પોન્સ આપી રહ્યા છે. માત્ર બે દિવસમાં આ વીડિયોને 35 લાખ લોકોએ જોયો. આ ઉપરાંત 94 હજાર વાર લોકોએ આ વીડિયોને રિટ્વીટ કર્યો છે. એક યુઝરે લખ્યું કે, કૂતરાંની વફાદારીનો કોઈ જવાબ નથી. તો અન્ય યુઝરે લખ્યું કે, કૂતરાંની હાજરીમાં બેબીને માતાની પણ કોઈ જરૂર નથી.

આ વિડિયો જોઈને કમેન્ટમાં તમારા વિચારો અચૂક જણાવજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો