શિક્ષણ જગત માથે લાગ્યું કલંક, સ્કૂલ બસમાં ખુલ્લેઆમ દારૂ ઢીંચી રહી છે છોકરીઓ, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમુક શાળાની વિદ્યાર્થિનીઓ બસમાં પિયર પી રહી છે.

માતા-પિતા એવું વિચારીએ પોતાના બાળકોને સ્કૂલે મોકલે છે, જેથી તે જીવનમાં કંઈક જ્ઞાન મેળવી શકે, જેનાથી તેમનું જીવન સખમયી બને, પણ બાળકો માતા-પિતાના સપના ચકનાચૂર કરીને અય્યાશી કરવા લાગે તો, વાલીઓ બાળકોને શાળાએ મોકલતા પહેલા જરૂરથી ડરશે. હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમુક શાળાની વિદ્યાર્થિનીઓ બસમાં પિયર પી રહી છે.

સ્કૂલ બસમાં ખુલ્લેઆમ દારૂ પી રહી છે છોકરીઓ
જિલ્લા અધિકારીએ આ મામલે કહ્યું કે, આ ઘટના સ્કૂલની બહાર બની છે, એટલા માટે તેમાં પોલીસ પહેલા કાર્યવાહી કરશે, ત્યાર બાદ જરૂરી પગલા ઉઠાવવામા આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે અમુક શાળાની વિદ્યાર્થિનીઓ સ્કૂલ યુનિફોર્મમાં ખુલ્લેઆમ ચાલતી બસમાં બિયર પી રહી છે. કહેવાય છે કે, આ વીડિયો તમિલનાડૂના ચેંગલપટ્ટૂ જિલ્લાનો છે, જ્યાં ચાલતી બસમાં વિદ્યાર્થિનીઓ દારૂ પી રહી છે. આ વિદ્યાર્થિનીઓમાંથી એક વીદ્યાર્થિનીએ તેનો વીડિયો બનાવી લીધો હતો. જે હવે વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં છોકરાઓ અને છોકરીઓ ખુલ્લેઆમ બિયરની બોટલો ખોલી રહ્યા છે અને તેને પી રહ્યા છે. મામલામાં ચેંગલપટ્ટૂ જિલ્લાના શિક્ષણ અધિકારી રોજ નિર્મલાએ કહ્યું કે, કારણ કે, આ ઘટના સ્કૂલની બહાર થઈ છે, એટલા માટે તેની તપાસ પોલીસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો