હૈદરાબાદમાં ક્લાસની બહાર ખાલી કટોરો લઈને ભોજનની રાહ જોતી દિવ્યાને તે જ સરકારી સ્કૂલમાં મળ્યું એડમિશન

હાલ સોશિયલ મીડિયાએ આખા દેશનું કદ નાનું કરી દીધું છે. કોઈ પણ ખૂણે બનેલી ઘટના ગણતરીની મિનિટોમાં વાઇરલ થઈ જાય છે. ઘણા લોકોને વાઇરલ સ્ટોરીને લીધે લાભ પણ થાય છે તો ઘણાને નુકસાન પણ. હૈદરાબાદમાં થોડા દિવસ પહેલાં ન્યૂઝ પેપરમાં એક ફોટો પ્રિન્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક છોકરી હાથમાં ખાલી કટોરો લઈને સ્કૂલના કલાસરૂમમાં ભોજનની રાહ જોઈ રહી હતી. આ બાળકીનો ફોટો વાઇરલ થયા બાદ તેને તે જ સરકારી સ્કૂલમાં હાલ એડમિશન મળી ગયું છે.

દિવ્યા સ્કૂલમાં બપોરનાં ભોજનની રોજ રાહ જોતી હતી

આ છોકરીનું નામ દિવ્યા છે, તેના માતા-પિતા કચરો સાફ કરવાનું કામ કરે છે. જ્યારે પણ તેના માતા પિતા કામ પર જાય જતા રહેતા તે પછી અહીં સરકારી સ્કૂલમાં જમવાનું મળે તે આશાએ તે આવતી હતી. દિવ્યાનો ફોટો તેલુગુ ડેઇલી ન્યૂઝ પપેરમાં પ્રિન્ટ થયો હતો. આ દેવલ જામ સિંહ સરકારી સ્કૂલ ગુદીમલ્કાપુરમાં આવેલી છે. અહીં બપોરે વિદ્યાર્થીઓને જમવાનું આપવામાં આવે છે, પોતાને પણ આ જમવાનું મળે તે આશાએ દિવ્યા સ્કૂલે આવતી હતી. છાપામાં આ ફોટાનું ટાઇટલ હંગ્રી લુક લખ્યું હતું.

ફેસબુક પર ફોટો શેર કર્યો

નસીબજોગે આ ફોટો એનજીઓ વર્કર વેનકાત રેડ્ડીના ધ્યાનમાં આવી ગયો, તેમણે છાપામાં પ્રિન્ટ થયેલો આ ફુટ પોતાના ફેસબુક અકાઉન્ટ પર શેર કરીને દિવ્યાની લાચારી વિશે લખ્યું. રેડ્ડીએ એનજીઓને વિનંતી કરીને દિવ્યાનું તે સ્કૂલમાં એડમિશન કરાવ્યું. ત્યારબાદ રેડ્ડીએ દિવ્યાનો યુનિફોર્મ પહેરેલો અને સ્કૂલમાં તેના માતા-પિતા સાથેના પ્રથમ દિવસનો ફોટો શેર કર્યો છે.

રેડ્ડીએ લખ્યું કે, ફાઈનલી દિવ્યાને સ્કૂલમાં એડમિશન મળી ગયું છે. હવે તેને ક્લાસની બહાર ભોજનની રાહ નહીં જોવી પડે. તેને શિક્ષા અને ભોજન એમ બંને મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો