આકાશમાંથી એક સેકન્ડમાં આવ્યું ‘મોત’, ખેતરમાં ઘાસ ચરતાં 500 ઘેટાં પર વીજળી પડતાં મોત, પશુપાલકના માથે આભ તૂટી પડયું

ખેડૂત (Farmers) માટે ખેતર (Farm) અને તેના પશુ (Cattle) ખૂબ જ કિંમતી હોય છે. તેના માધ્યમથી જ તે પોતાની રોજીરોટી કમાઈને કુટુંબનું ગુજરાન ચલાવે છે. એવામાં જો કોઈ ખેડૂતને ખબર પડે કે એક સેકન્ડમાં જ તેના 500 ઘેટાં મરી (500 Sheeps Died In Thunderstorm) ગયા છે, તો આ તેના માટે ઘેરા આઘાત સમાન છે. સાઉથ જ્યોર્જિયા (South Georgia)માં રહેનારા એક પશુપાલક (Shepherd)ના અચાનક 500 ઘેટાં મરી ગયા. મળતી જાણકારી મુજબ, તમામ ઘેટા આકાશમાંથી વીજળી ત્રાટકતાં તેની ઝપટમાં આવી ગયા. ત્યારબાદથી પશુપાલકની સ્થિતિ રડીરડીને ખરાબ થઈ ગઈ છે.

સ્થાનિક ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, પશુપાલકનું નામ નિકોલાય લેવાનોવ છે. તેના ઘેટાને બીજા પશુપાલકના ખેતરમાં ચરાવવા માટે લઈ ગયો હતો. વરસાદની સીઝનમાં પહાડો પર ઉગેલા લીલા ઘાસ ખાતા ઘેટાંને શું ખબર હતી કે તેમનું મોત આકાશમાંથી આવવાનું છે. ઘેટા આરામથી ચરી રહ્યા હતા કે અચાનક આકાશમાંથી તેજ પ્રકાશરૂપે વીજળી ત્રાટકી. ક્ષણભરમાં જ 500 ઘેટા તેની ઝપટમાં આવી ગયા અને ત્યાં જ તેમના મોત થયા. આ દુર્ઘટનામાં તેમને ચરાવી રહેલો પશુપાલક પણ ઝપટમાં આવી ગયો. જોકે, તે માત્ર બેભાન થયો. તેનો જીવ બચી ગયો.

સોશિયલ મીડિયા પર આ દુર્ઘટનાનો એક વીડિયો પણ શૅર કરવામાં આવ્યો છે, જેમાં ખેતરમાં મરી ગયેલા ઘેટા જોવા મળી રહ્યા છે. અહેવાલ મુજબ, નિકોલાયના ઘેટા ઉપરાંત 400 અન્ય ઘેટાં પણ દુર્ઘટનામાં માર્યા ગયા. નિકોલાયને તેના ઘેટાના મોતના સમાચાર ફોનથી આપવામાં આવ્યા, ત્યારબાદથી તેની હાલત ખરાબ છે. આ દુર્ઘટના બાદ વિસ્તારના ખેડૂતોએ સરકાર પાસે મદદ માંગી છે. તેમણે કહ્યું છે કે સરકારને તેમને આર્થિક મદદ કરવી જોઈએ.

દુર્ઘટનાને લઈ નિનોટ્સમિંડાના ડેપ્યુટી મેયર એલેક્ઝાંડર મઇકેલાદજેએ કહ્યું કે, એરિયામાં આવો પહેલો મામલો છે. અત્યાર સુધી ક્યારેય વીજળી પડવાથી આટલા ઘેટાના મોત નથી થયા. તેમણે ભરોસો આપ્યો કે પીડિત પરિવારોને મદદ ચોક્કસ પૂરી પાડવામાં આવશે. પરંતુ તેના માટે ખેડૂતને પોતે પુરવાર કરવું પડશે કે એક સાથે આટલા બધા ઘેટા કેવી રીતે મરી ગયા. મળતી માહિતી મુજબ, આ મામલો 12 ઓગસ્ટનો છે. હાલ આ મામલાને લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો