સુરતમાં કોરોનાથી રોજના 70થી વધુ મોત થાય છે ગામડે જતા રહોનો ઓડિયો વાઈરલ થયા બાદ 108ના પાયલોટ સામે નોંધાયો ગુનો

શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ વણસી રહી છે. આ સ્થિતિની માહિતી મેળવવા માટે એક વ્યક્તિએ 108ના પાયલોટને ફોન કર્યો. જેનો ઓડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. પાયલોટ તેના ગામની વ્યક્તિને કહી રહ્યો છે કે, શહેરમાં રોજના 70થી 80 લોકોના મોત થઈ રહ્યા છે. મેં મારી નજરે લાશો જોઈ છે. તમે રિસ્ક ન લો અને ગામડે જતાં રહો. આપણે ગામમાં ક્યાં મકાન વેચી નાખ્યા છે. અહિં રોજે રોજ સ્થિતિ ખરાબ થઈ રહી છે. મારાથી જવાય તેમ નથી કારણ કે મારી પત્નીને આઠમો મહિનો જાય છે. ટ્રાવેલિંગની ના પાડી છે બાકી નોકરી છોડીને હું જતો રહો. જીવતા રહીશું તો નોકરી કરશું. અત્યારે સ્થિતિ ખરાબ છે. આ પ્રકારની વાતચીતનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.જેથી ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 108 દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે રમેશે નોકરી છોડ્યાને બે વર્ષ થયા છે અત્યારે ખાનગી એમ્બ્યુલન્સ ચલાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હવે મને પણ ડર લાગે છે-રમેશ

રમેશ નામના 108ના પાયલોટના નામે વાઈરલ થઈ રહેલા ઓડિયોમાં રમેશને તેના જ ગામના ચંદુભાઈ ફોન કરે છે. ભેસાણ બાજુના વતની બન્ને વાત કરે છે. જેમાં ચંદુભાઈ રમેશને સુરતની સ્થિતિ વિષે પુછતાં રમેશ કહે છે કે, મેં મારી નજરે જ યુનિટી હોસ્પિટલમાં 4 બોડી જોઈ છે. એકતા ટ્રસ્ટના સભ્યો જ કોરોનાગ્રસ્તોની અંતિમ ક્રિયા કરે છે. રોજના 70થી 80 મૃતદેહોની તેઓ અંતિમક્રિયા કરે છે. મેં મૃતદેહો મારી નજરે જોયા છે સિવિલમાં પેશન્ટને મુકવા ગયો ત્યારે એટલે હવે તો મને પણ ડર લાગવા લાગ્યો છે.

શક્ય તેટલી મદદ કરૂ જ છું

પાયલોટ વાતચીતમાં કહે છે કે, કોરોનાનું સંક્રમણ ભલ ભલાને લાગી રહ્યું છે. એટલે આમાંથી બચવું હોય તો ગામડે જ જતા રહો. ત્યાં આપણે જમીન વેચી નથી નાખી. ગામના લોકોને મદદ કરવાની વાત પર પાયલોટ કહે છે કે, રાતના બે વાગ્યે પણ મારા પર ફોન આવે છે. આપણા ગામના સંબંધીનો મૃતદેહ ઘરમાંથી કોઈ નહોતું લેતું ત્યારે હું ગયો હતો. મદદ ચાલુ જ છે પરંતુ સ્થિતિ એવી છે કે ક્યાંય હોસ્પિટલમાં જગ્યા નથી.

108ના પાયલોટ સામે ગુનો નોંધાયો

108ના પાયલોટ રમેશભાઈએ અતિશ્યોક્તિ ભરેલી વાતો કરી હોવાથી ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે. લોકોમાં ભયનો માહોલ આવી વાતોથી પેદા થયો હોવાથી તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી છે.

બે વર્ષથી નોકરી છોડી દીધી છે

108ના પ્રોજેકટ મેનેજર પઠાણએ જણાવ્યું હતું કે, રમેશ સુરતમાં બે વર્ષ પહેલાં નોકરી છોડીને જતો રહ્યો છે. હાલ ખાનગી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે. 108 GVK સાથે રમેશ ભાયાણીને કોઈ સંબંધ નથી. 108ના નામે ઓડિયો કલીપ વાઇરલ કરવા પાછળના હેતુની ખબર નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો