ગાય આધારિત કપાસની ખેતીને વિશ્વ ફલક ઉપર લઇ જનાર ખેડૂત વિનુભાઇ પટેલ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા તાલુકાના હરિપર ગામના યુવા ખેડૂત વિનુભાઇ પટેલ પોતાની 43 વિઘા જમીનમાં છેલ્લા 4 વર્ષથી ગાય આધારિત કપાસની ખેતી કરે છે. ગૌમૂત્ર સહિતની વસ્તુઓથી બનાવેલ જીવામૃત તેમજ લીંબડા, આકડા, ધતુરા જેવી વનસ્પતિઓમાંથી બનાવેલ જૈવિક કિટ નિયંત્રણના ઉપયોગથી તેઓ એકરે 50થી 60 મણ કપાસનું ઉત્પાદન મેળવે છે. કપાસની સાથે મકાઇ જેવા પાકો આંતરપાક તરીકે વાવવામાં આવે છે. મકાઇમાં જોવા મળતી લેડી બર્ડ બીટલ અને ક્રાયસોપા જેવા મિત્ર કિટકોના કારણે કપાસની નુકસાનકારક જીવાતોનું નિયંત્રણ થાય છે. જૈવિક પધ્ધતિથી તૈયાર થતા આ કપાસને માત્ર 5થી 6 પિયતની જ જરૂર પડે છે.

અમેરિકન પત્રકાર એલ્ડેન વિકર સાથે વિનુભાઇ પટેલ

ગત જૂન મહિનામાં બેલ્જિયમ દેશના બ્રુસેલ્સમાં યોજાયેલ ખેતી અંગેની કોન્ફરન્સમાં વિનુભાઇએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. આ કોન્ફરન્સમાં કપાસની ખેતી માટે વિનુભાઇ સહિત સમગ્ર વિશ્વમાંથી ત્રણ ખેડૂતોની પસંદગી થઇ હતી. થોડા દિવસો પહેલા જ અમેરિકાના મહિલા પત્રકાર એલ્ડેન વિકરે વિનુભાઇના ખેતરની મુલાકાત લઇને ગાય આધારિત ખેતી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

એલ્ડેન વિકરે ગાય આધિરત ખેતીનો અભ્યાસ કર્યો

અન્ય ખેડૂતો પણ ગાય આધારિત ખેતી તરફ વળે એ દિશામાં વિનુભાઇ પ્રયાસ કરી રહ્યા છે. તેઓના ખેતર ઉપર મોટા પ્રમાણમાં ખેડૂતો મુલાકાત માટે આવે છે. છેલ્લા 4 વર્ષમાં 6 હજારથી વધુ ખેડૂતોએ તેઓના ખેતરની મુલાકાત લીધી છે. સફળ ખેતી માટે વિનુભાઇને અનેક સન્માન અને એવોર્ડ મશળ્યા છે. ગાય આધારિત ખેતીની વધુ માહિતી માટે આપ વિનુભાઇનો મો. 9909458911 ઉપર સંપર્ક કરી શકો છો.

ગાય આધારિત ખેતી દ્વારા તૈયાર થયેલ વિનભાઇનો કપાસ

Source- Agri science India

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો