રોડના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા જતા જાલીડા ગ્રામ પંચાયત તલાટી ભડક્યા, વીડિયો રેકોર્ડિંગ કરતા તલાટીએ આપી ગાળો : ફરિયાદી

રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રજુઆત કરવા જતાં મહિલા તલાટી ભડક્યા અને ધક્કામુક્કી કર્યા હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી વીસાભાઈ લોહએ જણાવ્યું હતું કે, અમે જાલીડા ગામના પંચાયતના વર્કઓર્ડર 5ના સભ્ય છીએ. અને જાલીડા ગામે પ્રજાલક્ષી સેવાકીય કામગીરી કરીએ છીએ. જાલીડા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હેતલ ચૌહાણ ફરજ બજાવે છે. તેઓ વર્કઓર્ડર માટે અમને ધક્કા ખવડાવે છે.

સરપંચ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના વર્કઓર્ડર માટે તલાટીને વારંવાર ફોન કરતા તેમને ફોન ઉપાડ્યો ન હતો. જેથી તલાટીને રૂબરૂ મળીને વર્કઓર્ડર માંગતા હેતલ ચૌહાણે તારે જ્યાં જવુ હોય ત્યાં જા તને વર્કઓર્ડર આપવાનો થતો નથી. વારંવાર વર્કઓર્ડર માંગવા છતા તેમણે કોઈ જવાબ ન આપ્યો. જેથી અમે વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. આથી તલાટી હેતલ ચૌહાણે અમને ગાળો આપી હતી અને ત્યારબાદ ધક્કો મારીને પછાડી દીધા હતા.

આ ઉપરાંત તલાટીએ અમને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, તમને ખોટા કેસમાં ફીટ કરી દઈશ. મારુ કોઈ જ કરી નહીં લે, મારી વગ બવ મોટી છે. હું કોઈથી બીતી નથી. અહીં હુ કઈશ એમ જ થશે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરાતા તેઓએ પોલીસ ફરિયાદ જણાવતા તલાટી હેતલ ચૌહાણ સામે કાયદાકીય પગલા લેવા ફરિયાદ નોંધાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો