ભાગેડૂ લિકર કિંગનો ખેલ ખતમ! વિજય માલ્યાને લઈ આજે ગમે ત્યારે મુંબઈમાં ઉતરી શકે છે વિમાન

ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને ગમે ત્યારે ઈંગ્લેન્ડથી ભારતમાં લાવવામાં આવી શકે છે. મુંબઈમાં તેના વિરૂદ્ધ કેસ નોંધાયેલા છે, માટે તેને સૌથી પહેલા મુંબઈ લાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે રાત્રે જ માલ્યાને વિમાન મારફતે મુંબઈ લાવવામાં આવી સકે છે. મુંબઈ પહોંચતા જ તેને શરૂઆતમાં સીબીઆઈની ઓફિસ લઈ જવામાં આવશે. ત્યાર બાદ તેને કોર્ટમાં લઈ જવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિમાંડ માંગશે સીબીઆઈ અને ઈડી

માલ્યા મુંબઈ ઉતરતાની સાથે જ મેડિકલ ટીમ તેના સ્વાસ્થ્યની તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ અને ઈડીના કેટલાક અધિકારીઓ યૂકેથી જ વિજય માલ્યાની સાથે પ્લેનમાં હશે. મુંબઈ પહોંચતાની સાથે જ સીબીઆઈ અને ઈડી કોર્ટ સમક્ષ માલ્યાના રિમાંડ માંગશે.

આર્થર રોડ જેલમાં કરી લેવામાં આવી સંપૂર્ણ તૈયારી

યૂકેની અદાલતે ઓગષ્ટ 2018માં માલ્યાની પ્રત્યાર્પણ અરજી પર સુનાવણીએ કરતા ભારતીય તપાસ એજન્સીઓ પાસે માલ્યાને જ્યાં રાખવાનો છે તે જેલ વિષે વિસ્તૃત જાણકારી માંગી હતી. ભારતીય એજન્સીઓએ મુંબઈ સ્થિત આર્થર રોડ જેલના સેલનો એક વીડિયો બનાવીને યૂકેની કોર્ટને સોંપ્યો હતો. ભારતીય તપાસ એજન્સીઓએ યૂકેની કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે, માલ્યાને બે માળની આર્થર રોડ જેલના પરિસરની અંદર એકદમ સુરક્ષીત બેરેકમાં રાખવામાં આવશે.

અંડરવર્લ્ડ ડોન સલેમ અને આતંકી કસાબ રહી ચુક્યા છે આ જેલમાં

આર્થર રોડ જેલમાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા કુખ્યાત ગુનેગાર અબુ સલેમ, છોટા રાજન, મુસ્તફા દોસાને રાખવામાં આવી ચુક્યા છે. 26/11 મુંબઈ હુમલાને અંજામ આપનારા પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને પણ ભારે સુરક્ષા વચ્ચે આ જેલમાં જ રાખવામાં આવ્યો હતો.

માલ્યા પર શું છે આરોપ

બંધ પડેલી કિંગફિશર એરલાએન્સના માલિક વિજય માલ્યા પદ દેશની 17 બેંકોના 9 હજાર કરોડ રૂપિયા ચાંઉ કરી જવાનો આરોપ છે. તે માર્ચ 2, 2016ના રોજ ભારત છોડીને બ્રિટન ભાગી ગયો હતો. ત્યાર બાદ ભારતીય તપાસ એજન્સીઓએ યૂકેની કોર્ટમાં છેલ્લા 4 વર્ષથી વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી હતી જેમાં આખરે તેમને સફળતા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો