ઈલેક્ટ્રીક કરંટ(શોક) લાગે ત્યારે શું કરવું?

વરસાદમાં જ નહીં પણ દિવાલો પર ભેજ રહેવાના કારણે કે ડેમેજ વાયરિંગના કારણે પણ કરંટ લાગવાની સંભાવના વધે છે. ભોપાલના આસ્થા મલ્ટી સ્પેશ્યલિટી સેન્ટરમાં સીનિયર ફિઝિશ્યિન ડૉ.રતન વૈશ્ય કહે છે કે જો કરંટ લાગવાના કારણે હાર્ટબીટ રોકાઇ જાય તો પીડિતને કાર્ડિયોપલમોનરી રિસસિટેશન (CPR)ની મદદથી 10 મિનિટમાં ભાનમાં લાવી શકાય છે. તેમાં પીડિતના હાર્ટને દર મિનિટે 100 વાર દબાવવામાં આવે છે અને મોઢાથી શ્વાસ આપવામાં આવે છે.  તેમાંથી બચવાની કેટલીક ટિપ્સ.

કરંટ લાગે તો શું કરવું?

* જેને કરંટ લાગ્યો છે તેને ખુલ્લા હાથથી પકડવાની ભૂલ ન કરો.
* તરત જ પાવર સપ્લાય બંધ કરીને વિક્ટિમને હટાવવા માટે લાકડું/પ્લાસ્ટિકની કોઇ વસ્તુઓનો ઉપયોગ કરો.
* વિક્ટિમના શ્વાસ ચેક કરો. કોઇપણ ગરબડ થાય તો એમ્યુલન્સ બોલાવી લેવી.

* એમ્યુલન્સ આવે ત્યાં સુધી બેહોશ વ્યક્તિને મોઢાથી શ્વાસ આપો. જેથી તેના હાર્ડબીટ્સ ચાલુ રહે.
* ધ્યાન રાખો કે તે વ્યક્તિ સીધો સૂતો હોય અને તેના પગને થોડા ઉપર ઉઠાવેલા હોય
* વિક્ટિમને ભાન આવે છે તો તેને ખાવા પીવા માટે કઇ પણ ન આપો. તેને પડખે સૂવાડો અને દાઝેલાના ઘા પર મલમ લગાવો.

* કરંટ લાગવાથી અનેક વાર શરીરનો તે ભાગ સુન્ન થઇ જાય છે,આ માટે વ્યક્તિ ભાનમાં આવે ત્યારે મેડિકલ હેલ્પ લો.

ધ્યાન રાખો આ વાતો

* બે પિનના સોકેટને બદલે થ્રી પિન સોકેટ યૂઝ કરો. તેમાં અર્થિગ મળે છે, તો કરંટ લાગવાનો ડર રહેતો નથી.
* થ્રી પિન પ્લગ પણ ચેક કરો. ધ્યાન રાખો કે ત્રણેય તાર જોડાયેલા હોય અને કોઇ પણ પિન ખરાબ ન હોય.
* વીજળીનું કોઇ પણ કામ કરતી વખતે રબરના ચંપલ પહેરો.

* જે ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સના તાર ઘસાઇ ગયા હોય કે ખરાબ હોય તેને ઉપયોગ કર્યા પહેલા રિપેર કરી દો.
* કોઇપણ ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ થાય તો પ્રોફેશનલ્સની મદદ લો. ઓછી જાણકારીમાં તમારી મુસીબત વધી શકે છે.
* ઘરના દરેક સોકેટ્સ કવર હોવા જોઇએ.

* ઇલેક્ટ્રિક અપ્લાયન્સમાં લખેલા દિશા નિર્દેશોનું પાલન કરો.
* ઇલેક્ટ્રિક અપ્લાયન્સ નળની પાસે ન રાખો.
* જ્યાં કરંટ આવી રહ્યો છે ત્યાં ગ્લવ્સ પહેરીને તેને અનપ્લગ કરો, ખુલ્લા વાયરોથી દૂર રહો.

* પ્લગના દરેક જોઇન્ટ પોઇન્ટ પર ઇલેક્ટ્રિક ટેપ લગાવો, સેલોટેપ નહીં.
* ગીઝરના પાણીને યૂઝ કરતાં પહેલાં ગીઝર બંધ કરો.
* ઇલેક્ટ્રિક અપ્લાયન્સ રબરની મેટ કે રબરના વ્હીલ વાળા સ્ટેંડ પર રાખો.

* અર્થિગની તપાસ દર છ મહિને કરાવતા રહો.
* બાથરૂમમાં કોઇ પણ ઇલેસ્ટ્રોનિક અપ્લાયન્સનો ઉપયોગ ન કરો.
* ખરાબ સીઝન/વીજળી ચમકે ત્યારે ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સિસ ઓન ન કરો.

* દિવાલોમાં ભેજ છે તો ત્યાં ના સ્વિચ બોર્ડમાં કરંટ આવી શકે છે, માટે અલર્ટ રહો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો