રાજકોટમાં કલ્કી અવતારના ઘરે પહોંચી વિજ્ઞાન જાથા, બેફામ ગાળો ભાંડી વિજ્ઞાન જાથાને રાક્ષસમાં ખપાવી. જાથાએ કહ્યું માનસિક રોગી છે

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી શારદાનગર સોસાયટીમાં રહેતા સિંચાઇ વિભાગના નિવૃત્ત અધિકારી રમેશચંદ્ર ફેફર, જે પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલ્કી અવતાર ગણાવી રહ્યા છે. આજ રોજ વિજ્ઞાન જાથા સવારના સમયે રમેશચંદ્ર ફેફરના ઘરે પહોંચ્યું હતું, જ્યાં વિજ્ઞાન જાથા અને કલકી અવતાર વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઇ હતી અને પોતાની જાતને ભગવાનનો દશમો અવતાર- કલ્કી અવતાર કહેનાર જાથાને ગાળો ભાંડતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બેફામ ગાળો ભાંડી ઉગ્ર બોલાચાલી કરી
રાજકોટ વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યા અને તેમની ટીમ યુનિવર્સિટી પોલીસને સાથે રાખી શારદાનગર સ્થિત રમેશચંદ્ર ફેફરના ઘરે પહોંચ્યાં હતાં. આ સમયે રમેશચંદ્ર ફેફર તાળું મારી અંદર રહ્યા હતા અને જાથાને તેમના ઘરમાં પ્રવેશ આપ્યો નહોતો. આ સમયે જાથા અને રમેશચંદ્ર ફેફર વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઇ હતી. એમાં રમેશચંદ્ર ફેફર દ્વારા વિજ્ઞાન જાથાને રાક્ષસ કહેવામાં આવ્યો હતો અને પોતાની જાતને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર- કલ્કી અવતાર ગણાવતા રમેશચંદ્રએ બેફામ ગાળો ભાંડી જાથાના સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

શું હતો સમગ્ર બનાવ
સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધીક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ નિવૃત્ત રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં આવ્યા છે. પોતાને ભગવાન વિષ્ણુનો દશમો કલ્કી અવતાર માનનાર રમેશચંદ્ર હાલ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા અર્ક-બંસરી સોસાયટીના બ્લોક નં.2માં રહે છે. રમેશચંદ્ર ફેફરે 1 જુલાઇના રોજ સિંચાઇ વિભાગના સચિવને પત્ર લખી છેલ્લા એક વર્ષનો પગાર, અને ગ્રેચ્યુટીના રૂપિયાની માગણી કરી હતી. વધુમાં તેમણે પત્રમાં લખ્યું હતું કે તેઓ કલ્કી અવતાર હોવાથી સરકારમાં બેઠેલા રાક્ષસો મારા સાથે અન્યાય કરી રહ્યા છે. આ સાથે ચીમકી ઉચ્ચારતાં લખ્યું હતું કે જો મારો પગાર અને ગ્રેચ્યુટી આપવામાં નહિ આવે તો આ વર્ષે તેઓ દેશમાં ભયંકર દુષ્કાળ કરશે.

ફરજ દરમિયાન છ વખત VRS માટે અરજી કરી
સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધીક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલા રમેશચંદ્ર ફેફર ત્રણ વર્ષ પહેલાં 8 મહિનામાં માત્ર 16 દિવસ જ ફરજ પર હાજર રહ્યા હતા, આથી તેમને અપાયેલી કારણદર્શક નોટિસમાં તેમણે પોતાની જાતને વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર- કલ્કી ગણાવ્યો હતો. એટલું જ નહીં, તેમણે બફાટ કરતાં નરેન્દ્ર મોદીને દુર્યોધનનો અવતાર ગણાવ્યો હતો. ફરજ દરમિયાન છ વખત VRS માટે અરજી કરનારા રમેશચંદ્ર ફેફરની અરજી નિગમે સ્વીકારી નહોતી. આ સમય દરમિયાન 22 સપ્ટેમ્બર 2017થી તેઓ ગેરહાજર રહેવા લાગ્યા હતા. તેની સામે નિગમે 15 મે, 2018ના રોજ તેમને નોટિસ ફટકારી હતી.

2017માં રમેશચંદ્ર વિવાદમાં આવ્યા હતા
આ નોટિસના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર- કલ્કી અવતાર છું. તુરિયાતીત (માયાની પેલે પાર બ્રહ્મ સાથે એક થઇ જવાની અવસ્થા) અવસ્થામાં રહીને સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તનનું કાર્ય કરું છું. આ કાર્ય હું ઓફિસમાં બેસીને કરી શકું નહીં, આથી ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી, એમ ભારપૂર્વક જણાવ્યું હતું. રમેશચંદ્ર ફેફરે વડોદરા ખાતેના તેના પોસ્ટિંગ પર તા.22 સપ્ટેમ્બર 2017ના હાજર થયા બાદ માત્ર 16 દિવસ જ નોકરી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો