વાલમ ગામના ખેૂડતની પુત્રી વિધિ પટેલ દેશ-વિદેશમાં ક્રિકેટ રમશે

મહેસાણા: વિસનગરના વાલમ ગામની ખેડૂત પુત્રી બરાેડા ક્રિકેટ એસોસિયેશન તરફથી ભારત અને વિદેશની મહિલા સાથે ક્રિકેટ રમશે. તેની સિદ્ધિને બિરદાવાઈ હતી.

વાલમ ગામના ખેડૂત પુત્ર અરવિંદભાઇ જેઇતારામની દીકરી વિધી પટેલ નાનપણથી જ ક્રિકેટમાં રસ ધરાવતી હાેઇ તેના પિતાએ હાલ મહેસાણા સુરેશ પટેલ (વાલમ)ના માર્ગદર્શન મુજબ ક્રિકેટ કાેચીંગની ટ્રનિંગ મેળવી હતી. ક્રિકેટમાં સારો દેખાવ કરી ગુજરાત અને ભારતની વિવિધ અંડર 23 મહિલા ક્રિકેટમાં રમી સારાે દેખાવ કરી બરાેડા ક્રિકેટ એસાેસિયેશનમાં ગુજરાતમાંથી 7 બહેનેા પૈકી તેમની પસંદગી થઈ હતી. હવેથી વિધિ પટેલ બરાેડા ક્રિકેટ એસોસિયેશન તરફથી ભારત અને વિદેશની મહિલા સાથે ક્રિકેટ રમશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો