સુરતમાં બુટલેગરો દારૂ વેંચવા માટે બાળકોનો કરે છે ઉપયોગ, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી
ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત તરીકે ઓળખાય છે. જોકે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા ખુલ્લેઆમ વેચાય છે દારૂ અને આ દારૂનું વેચાણ કરવા માટે હવે બુટલેગરોએ નવી પદ્ધતિ આપવાની છે અને આ દારૂ વેંચવા માટે બાળકો અને મહિલા ઉપયોગ કરે છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં જાહેરમાં દારૂ અને તે પણ બાળકો વેંચી રહ્યા હોવાનો એક વીડિયો વાઇરલ થતા તંત્ર એમાં દોડ ધામ મચી જવા પામી છે.
ગાંધીના ગુજરાતમાં આમતો દારૂ બંધી છે, પણ જે રીતે ગુજરાતમાં દારૂ વેચાય છે જેને લઈને અનેક વખત સરકાર સામે સવાલ ઉભા થયા છે. એકબાજુ, સરકાર અને ગુજરાત પોલીસ ગમે તેટલું જોર લગાવે તો પણ ગુજરાતમાં દારૂ વેચાય છે અને તે પણ ખુલેઆમ તે વાતમાં બે-મત નથી ત્યારે પોલીસ દારૂ વહેચતા બુટલેગર સામે તવાઈ બોલાવવાની સાથે-સાથે મોટા રૂપિયા પણ પડાવે છે. ત્યારે હવે બુટલેગર પણ પોલીસ કરતા એક કદમ આગળ વધ્યા છે અને હવે દારૂની વેંચાણ જાતે નથી કરતા પણ દારૂ વેચવા માટે નાના નાના ભુલકાઓનો સહારો લેવાયુ શરુ કર્યું છે.
સુરત: ગાંધીના ગુજરાતમાં અહીં બાળકો વેંચે છે ખુલ્લેઆમ દારૂ, Video વાયરલ pic.twitter.com/jdwJs0NFds
— News18Gujarati (@News18Guj) September 10, 2020
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ મફત નગર ખાતે બુટલેગર એક મહિલાના ઘરે દારૂનો જથ્થો મૂકી ગયા બાદમાં આ મકાનમાં રહેતા બાળકો દારૂનું વેંચાણ કરવાનો વિડીયો વાઇરલ થતા બુટલેગર સાથે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.
અહીંયા નાના બાળકો દારૂનું વેચાણ કરે છે તે પણ ખુલેઆમ, જોકે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેને લઈને પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પાણી છે. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ બુટલેગરો જાણે છે કે, દારૂ વેંચતા બાળકો સામે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, ત્યારે રૂપિયા દીધા બાદ પોલીસની હેરાન ગતિથી બચવા માટે બુટલેગરો દ્વારા અનોખી રીત શોધી કાઢી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

