જામનગર શહેર પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ: ખોટું ન લગાડતા હપ્તો ખાવામાં તમે અને સાહેબ પણ છે

જામનગરના પોલીસ મથકનો વાઈરલ વીડિયોમાં એક આરોપી પોલીસને બેફામ અપશબ્દો બોલી રહ્યો છે અને 15 હજાર રૂપિયાની લાંચ લેવાનો પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે

પોલીસ આરોપીને મારતી હોવાનો વીડિયો વાયરલ, આરોપી વિફરતા અધિકારીઓની ખોલી નાખી પોલ.
ગુજરાતમાં અનેક વખત કેટલાક પોલીસકર્મીઓના કારણે સમગ્ર પોલીસ પર એક છાપ બની જાય છે. જામનગરમાં પણ પોલીસનો એક વીડિયો વાઈરલ થયો છે. હેડ ક્વાર્ટરના સિટી-C ડિવિઝન પોલીસ મથકમાં એક વ્યક્તિ મા-બહેનની ગાળો આપતો જોવા મળ્યો હતો. અને PSI સાહેબ શાંતિ રાખવા માટે સમજાવી રહ્યા છે. આ વીડિયો બાદ સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.

સમગ્ર ઘટનામાં એક આરોપીને માર મારતા તેને પોતાના પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને બેફામ ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનાનો કોઈ વ્યક્તિએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધો છે. આરોપીને માર મારતા તેણે પોલીસની પોલ ખોલી નાખી હતી. આરોપીએ કહ્યું કે, શહેરમાં બેફામ દારૂના ધંધા ચાલી રહ્યા છે. અને તમામ જગ્યાએથી હપ્તા લેવામાં આવી રહ્યા છે.

હાજર પોલીસ કર્મીએ કહ્યું કે, ગઢવી તું સાચો છો. ગાળો બોલવાનું બંધ કરી દે. અહીં મહિલાઓ પણ હાજર છે. તો ગઢવી નામના વ્યક્તિએ કહ્યું કે, શું મહિલાઓને હપ્તા નથી મળતા. પોલીસકર્મીએ પૂછ્યું કે, ક્યાંથી હપ્તા લીધા છે. ગઢવીએ જવાબમાં કહ્યું કે, મારૂતીનગર સહિત 6 જગ્યાએથી હપ્તા લીધા છે. 15 હજારનો તોડ કરવામાં આવ્યો છે. કાં તો તમને જાણ નથી કાં તમે સાથે છો. ખોટું લગાડતા નહીં. તમે, SP અને કલેક્ટર સાહેબ પણ સાથે છે. પોલીસ મથકમાં આરોપીએ તમામ લોકો પર આક્ષેપ કરી દીધા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો