છોટાઉદેપુરમાં પુત્રના પ્રેમ લગ્નની માતાને તાલીબાની સજા, કમકમાટી ભર્યો વિડિયો આવ્યો સામે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ યૂરિન પણ પીવડાવ્યું

છોટા ઉદેપુરના પાલસંડા ગામનો આ બનાવ છે. જ્યાં પુત્રના પ્રેમ લગ્નની તેની માતાને તાલીબાની સજા આપવામાં આવી છે. મહિલાનો પુત્ર પાલસંડા ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના સંબંધીઓએ યુવકની માતાને લાકડીઓથી ઢોર માર માર્યો હતો, માર માર્યા બાદ ન અટક્તા નરાધમોએ અમાનવિય કૃત્યની હદ વટાવી દીધી અને મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ મહિલાને યૂરિન પણ પીવડાવ્યું હતું.

આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જે ખુબ જ હિંસક અને ભયાનક છે. જોકે મહિલાની ફરિયાદ નોંધી પાલસંડા ગામના આઠ લોકોની અટકાયત કરવામાં આવી છે. મહિલાની ફરિયાદ અનુસાર, તેમના પુત્રએ જે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા તે યુવતીના સંબંધીઓએ તેઓને ઢોર માર મારી અમાનવીય કૃત્યુ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વીડિયોમાં દેખાય છે પ્રમાણે આદિવાસી કપડા પહેરેલા કેટલાક લોકો યુવતીને માર મારી રહ્યા છે. જેમાં એક મહિલા પણ છે. આ મહિલા યુવતીને માંથાના વાળ ખેંચીને મારે છે. ત્યાર બાદ ચપ્પલ વડે પણ પીઠ પર માર મારી રહી છે. તો એક યુવક લાકડી વડે યુવતીને માર મારી રહ્યો છે. આવી સ્થિતિમાં યુવતી પોતાનો જીવ બચાવવા માટે અહીં તહીં દોડી રહી છે.

પરંતુ નિર્દયી લોકો તેને પકડીને માર મારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ થયેલ વીડિઓ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામ ખાતેનો હોવાનું સામે આવ્યું હતું.

જેમાં એકજ ગામમાં આડોશ પાડોશમા રહેતા છોકરા છોકરી એક બીજાના પ્રેમમાં હતા. જે બે દિવસ પૂર્વે ઘરેથી જંગલમાં નાસી ગયા હતા. જેઓને યુવતીના પરિવાર જનોએ શોધી કાઢયા હતા. અને પ્રેમી યુગલને વીજળીના થાંભલે બાંધી તાલિબાની સજા ફટકારી હતી.

યુવતીના કાકાએ યુવાનને વિજપોલ સાથે બાંધી દીધો હતો, અને લાકડીથી ઘા માર્યા હતા, અને દીકરીને પણ બે રેહમી પૂર્વક માર મારતો વિડિઓ વાયરલ થયો હતો. 15 જૂનના રોજ આ ઘટના બની હોય જે ઝડપથી વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

તમને જણાવી દઈએ કે, આદિવાસી પથંકમાં લગ્ન પહેલા કોઈ પ્રેમમાં પડવાની ભૂલ કરે તો આવી તાલિબાની સજાઓ અપાય છે આદિવાસીઓની અંદર આજે પણ એવી પ્રથા ચાલે છે કે, મા બાપની મરજી વિરુદ્ધ જો કોઈ યુવતી જતી રહે તો પંચ બેસી તેનો નિકાલ કરે છે. બન્ને પક્ષ તરફથી પંચ કોઈ દંડની રકમ નક્કી કરે છે, એ યુવાને આપવી પડતી હોય છે. જો આમાં સમજૂતી ન થાય તો બે જૂથ વચ્ચે અથડામણો પણ થતી હોય છે. આ પ્રથા કોઈ રોકી શકતું નથી. અગાઉ પણ આવા કિસ્સા સામે આવી ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો