અમદાવાદમાં નાઈટ કર્ફ્યુનું ઉલ્લંઘન કરીને બુટલેગર બન્યો બેફામ, ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ પાર્ટીમાં બિયરની છોળો ઉડાડતા દેખાયો

અમદાવાદમાં શહેરમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવું યુવાનોને શોખ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. આવામાં શહેરના અસારવા વિસ્તારમાં બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ મળી હતી. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં અસારવા રેલવે સ્ટેશનની બહાર રીતસર ટેબલ ગોઠવીને કેક મુકવામાં આવી હતી. જેમાં એક યુવક બિયરની બોટલ હલાવીને તેની છોળો ઉછાળી પોલીસને પડકાર ફેંકી રહ્યો હતો. આ વીડિયોમાં દેખાતો શખ્સ ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ છે.

આ પણ વાંચજો:- ચોમાસાને લઇને અંબાલાલ પટેલની મોટી આગાહી, જૂન-જુલાઇમાં વરસાદ પડવા અંગે શું કહ્યું? જાણો..

અમદાવાદના અસારવા વિસ્તારમાં બુટલેગરની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ યોજાઇ હતી. આ બર્થ ડે પાર્ટી બુટલેગર અખિલેશ પાંડેની હતી. ઈન્ડિયા કોલોનીના મહિલા કોર્પોરેટરનો પતિ સચિન પરમાર આ બૂટલેગરની દારૂ પાર્ટીમાં સામેલ થયો હતો. જણાવી દઇએ કે, સચિન પરમાર દારૂ અને જુગારધામ ચલાવતો હોવાનો આરોપ અગાઉ કાર્યકર્તાઓએ કર્યો હતો.

અખિલેશ પાંડે નામના શખ્સના જન્મ દિવસની ઉજવણી માટે અસારવા રેલવે સ્ટેશન પર જાહેરમાં બર્થડેમાં દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. જેમા રાત્રિ કરફ્યૂના નિયમોના લીરે લીરા ઉડ્યા છે. આ વીડિયોથી શહેરમાં દારૂબંધના પોલીસના દાવાઓ પર સવાલો ઉઠી રહ્યા છે.

અસારવા રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં જાહેરમાં બર્થ ડેની ઉજવણી અને બિયરની છોળો ઉછાળી ઉજવણીના વાઈરલ વીડિયો મામલે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ.ચુડાસમાએ જણાવ્યું હતું કે, જાહેરનામા ભંગ અને પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. 10થી 12 અજાણ્યા માણસો સામે ગુનો દાખલ કર્યો છે. અખિલેશ નામનો એક વ્યક્તિ ઓળખાયો છે બાકીના નામ તપાસમાં ખુલશે.

પોલીસની ઢીલી કામગીરી સામે સવાલ
જ્યારે વીડિયોમાં મહિલા કોર્પોરેટરના પતિ દેખાય છે અને એમના ફોટો પણ બહાર આવ્યા છે તો વીડિયોમાં તે છે તો તેમના નામ છે કે કેમ તે મામલે પીઆઇ આર.એમ.ચુડાસમા બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય એમ એ તો તપાસમાં બહાર આવશે કે કોણ હતા. વીડિયોમાં રહેલા શખ્સોમાંથી એક શખ્સ મહિલા કોર્પોરેટર નિતુ પરમારના પતિ છે છતાં તેઓએ અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. જે રેલવે પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો