વડોદરાની સયાજી હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડની દાદાગીરી, દર્દી સાથે આવેલા સંબંધીને દંડા વડે ફટકારતો વીડિયો વાઈરલ

વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સયાજી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ્સની દાદાગીરીના વિડિયો સામે આવ્યા છે. સિક્યુરિટી ગાર્ડ્સ દર્દી સાથે આવેલા સંબંધીને લાકડી વડે ફટકારતા વિડિયો વાઈરલ થતાં શહેરીજનોમાં રોષની લાગણી પ્રવર્તી છે અને સયાજી હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડીની રાજ્ય સરકાર નોંધ લે તેવી લોક માંગ ઉઠી છે.

સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયરે જણાવ્યું હતું કે, હુમલાનો ભોગ બનનાર તરફથી હજી સુધી કોઇ ફરિયાદ મળી નથી. જોકે વાઈરલ થયેલા વિડિયોના આધારે સિક્યુરિટી જવાનોને બોલાવીને એમનો ખુલાસો લેવામાં આવ્યો છે. તેઓના જણાવ્યા પ્રમાણે બુધવારે અકસ્માતની ઘટના બની હતી. હોસ્પિટલોના નિયમના આધારે ગંભીર દર્દીઓની અલ્ટ્રા સોનોગ્રાફી કરવી જરૂરી હોય છે. જેથી સિક્યુરિટી જવાન ડોક્ટરોની સૂચના અનુસાર દર્દીઓને મોકલી રહ્યા હતા.

આ દરમિયાન એક મહિલા દર્દીને પણ સોનોગ્રાફી કરાવવાની હતી, તેઓ ઉતાવળ કરતા હોવાથી સિક્યુરિટી જવાને પોતાની ફરજને ધ્યાનમાં લઇને લાઇનમાં ઉભા રહેવા જણાવ્યું હતું. જે અંગે ઝઘડો થયો હોવાનું જણાઇ આવે છે. આ બાબતે રાવપુરા પોલીસે પણ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન રિપોર્ટ આવશે તેને આધારે કાર્યવાહી કરવામાં આવશે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોમાં શાસકોના માનીતા એવા દિપક નાગરાણીનો કોન્ટ્રાક્ટ ચાલે છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ સફાઈ કર્મચારીઓ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ પણ ફરજ બજાવે છે. કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે છેલ્લા ઘણા સમયથી સયાજી હોસ્પિટલની છબી ખરડાઇ રહી છે. કારણ કે થોડા દિવસો અગાઉ યુનિફોર્મમાં સજ્જ સિક્યુરિટી ગાર્ડ દારૂના ગુનામાં કારેલીબાગ પોલીસના હાથે ઝડપાયો હતો, ત્યારે હવે સયાજી હોસ્પિટલનો વધુ એક શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. દર્દીને લઇને સયાજી હોસ્પિટલ પહોંચેલા સંબંધીને સિક્યુરિટી ગાર્ડે દંડા વડે ફટકારતો વિડિયો વાઈરલ થયો છે.

આ વિડિયોમાં સંબંધી એક મહિલા સાથે સયાજી હોસ્પિટલના સર્જીકલ બિલ્ડીંગ પાસે ઉભો હતો, તે દરમિયાન કોઇક કારણોસર બોલાચાલી થતાં મગજ પરથી કાબૂ ગુમાવી બેઠેલા સિક્યુરિટી ગાર્ડે કાયદો હાથમાં લઈને યુવકને દંડા વડે ફટકાર્યો હતો. યુવક કણસી રહ્યો હતો અને મહિલા મદદ માટે બૂમો પાડી રહી હતી. તેમ છતાં પણ નિર્દયી 3 જેટલા સિક્યુરિટી ગાર્ડ લાફા અને દંડા ફટકારતા રહ્યા હતા.

અન્ય એક સિક્યુરિટી ગાર્ડ સંબંધી સાથે આવેલા અન્ય એક યુવકને મારવા માટે પાછળ દોડતો વિડિયોમાં નજરે ચડી રહ્યો છે. આ વિડીયો પરથી સયાજી હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડીની વાસ્તવિકતા છતી થાય છે. અગાઉ સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા મીડિયા કર્મીઓ સાથે પણ અણછાજતું વર્તન કર્યું હોવાના કિસ્સા સામે આવ્યા છે, ત્યારે હવે કાયદાને હાથમાં લેતા સિક્યુરિટી ગાર્ડ્સ સામે પણ કાયદાકીય પગલા ભરવામાં આવે તેઓ પીડિતે માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો