મુંબઈની આ સન્નારીની સેવાને જોઈને તમે પણ કરશો વંદન, અકસ્માત ટાળવા કર્યું આ કામ જુઓ વીડિયો

સેવાના અનેક પ્રકાર હોય છે. ધન આપીને છૂટી જઈ સેવા કર્યાનો સંતોષ માની લેવો એ જુદી વાત છે અને કોઈ સેવાકાર્યમાં પોતાની જાતને રોકી દેવી તે જુદી વાત છે. તન, મન અને ધનથી થતા સેવા પ્રકારમાં તનથી કરવામાં આવતી સેવાનું સ્થાન ઉંચેરું છે. કેટલાક લોકો મૂંગા મોઢે અને કશી પબ્લિસિટીની ઈચ્છાવિના આવી સેવા કરતાં હોય છે. આવું જ એક દ્રશ્ય મુંબઈની સડકો પરથી સામે આવ્યું છે જેને જોઈને તમે એ મહિલાને સલામ કર્યા વગર નહીં રહી શકો. જુઓ વાયરલ વીડિયો…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

માયાનગરી મુંબઈ પર કુદરત કોપાયમાન છે. પહેલાથી જ કોરોના વાયરસનો માર ઝેલી રહેલી મુંબઈમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. આર્થિક રાજધાનીમાં રેકોર્ડ બ્રેક વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરમાં અતિભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. આ દરમિયાન એક મુંબઈનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મુંબઈના રોડ પર એક મહિલા દેખાઇ જે ગટરના મેઈન હોલના ઢાંકણા પર ઉભા રહીને તે હાથ હલાવતી નજરે પડી રહી છે. તમને થશે કે તેણી શું કરી રહી છે. પરંતુ જરા ધ્યાનથી જોશો તો આ મહિલા અકસ્માત ટાળવા ટ્રાફિકનું નિયમન કરી રહી છે. તે ભારે વાહનોને સાવધાનીથી પસાર કરાવી રહી છે.

ભારે વરસાદ અને કેડ સમા પાણીમાં ઉભેલી આ મહિલા કોઈ ટ્રાફિકકર્મી નથી, આ મહિલાને પબ્લિસિટીની ભૂખ પણ નથી. બસ તેની તો માત્ર એક જ ઈચ્છા છે કે, પાણી ભરેલા રોડ પર કોઈ અકસ્માત ન સર્જાવો જોઈએ. કોઈ નાના વાહનચાલક ભૂલથી મેઈન હોલમાં ગરકાવ ન જઈ જવો જોઈએ. કશા વળતરની આશા વિના અનેકના જીવનની ચિંતા કરતી આ સન્નારીને જેટલી સલામ કરીએ તેટલી ઓછી પડે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો