નોટના બદલામા વોટ? કરજણમાં ખુલ્લેઆમ રુપિયા આપીને કમળનું બટન દબાવવાનું કહેતો વીડિયો વાયરલ, તપાસનાં આદેશ
ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકનાં ઇટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ માટે ખુલ્લેઆમ પૈસા વેચતા હોવાનો વિડિયો વાઇરલ થયો છે. જેમાં કાર્યકરો કમળનું બટન દબાવીને ભાજપને મત આપવાનું કહી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ જ આ વિડિયો ઉતાર્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. આ મામલે કોંગ્રસે ભાજપે રૂપિયા વહેંચ્યા હોવાનો આક્ષેપ કરીને કાર્યવાહી કરવા માટે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે મામલે તપાસના આદેશ આપ્યા છે.
કોંગ્રેસે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે કે, રૂપિયાની વહેંચણી કરનાર ભાજપના કાર્યકર ધ્રુવેશ પટેલની ઓળખ થઇ ગયા હોવા છતાં કોઇ કાર્યવાહી થઇ નથી, જેને કારણે ધ્રુવેશ પટેલ ખુલ્લેઆમ મતદારોને 200 રૂપિયા આપી પ્રલોભન આપીને આદર્શ આચારસંહિતાનો ભંગ કરી રહ્યો છે, જેથી તેની સામે કાર્યવાહી કરવા અમારી માંગ છે.
કોંગ્રેસના કરજણના ચૂંટણી એજન્ટ ઉપેન્દ્રસિંહ રણા અને કોંગ્રેસ અગ્રણી શૈલેશ અમીને ચૂંટણી અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આજે ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ઇંટોલા અને ગોસીન્દ્રા ખાતે જાહેરમાં ભાજપવાળા વોટ ખરીદવા કેશ ફોર વોટની પ્રક્રિયા કરી રહ્યા છે, જે આદર્શ આચારસંહિતાનો ભંગ છે. આવા વોટ સામે રૂપિયા વહેંચનારાઓની તાત્કાલિક ધરપકડ કરવી અને તેમની પર કાયદેસરની કાર્યવાહી કરો અને ચૂંટણી પૂરી થાય નહીં ત્યાં સુધી આવા રૂપિયા વહેંચનારાને પોલીસે ડિટેઇન કરીને રાખવા, અમારી ફરિયાદ નોંધ કરવા કાર્યવાહી કરવી.
વડોદરા શહેર કોંગ્રેસ અગ્રણી શેલૈષ અમીને જણાવ્યું હતું કે, ઇટોલા અને ગોસીન્દ્રા ભાજપવાળા કેશ ફોર વોટ એટલે ગરીબ મતદારોને ખરીદવાનો પ્રયાસ કરે છે, જે આદર્શ આચાર સંહિતનો ભંગ છે, જેની અમે ચૂંટણી અધિકારી, નોડેલ ઓફિસર અને ઓબ્ઝર્વર સુધી તમામને ફરિયાદો આપી છે, તેમ છતાં હજી સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. ઇટોલા અને ગોસીન્દ્રા ગામમાં કેશ ફોર વોટનો જે વિડીયો આવ્યો છે, જે કોંગ્રેસના કાર્યકરોએ ઉતારેલો વિડિયો છે તેની અમે પુષ્ટી કરીએ છીએ કે, આ સાચો જ વિડિયો છે. આ બાબતે ચૂંટણી અધિકારીને અમે ફરિયાદ કરી છે. રાજ્યના ગૃહ મંત્રી પાસેથી મલાઇદાર પોસ્ટની રાહ જોઇને બેઠેલા ગેરકાયદે રીતે ભાજપને મદદ કરી રહ્યા છે. કેશ ફોર વોટ અંગે કોઇ પગલા લેવાઇ રહ્યા નથી. જરૂર પડ્યે આ બાબતે અમે હાઇકોર્ટમાં જવાની તૈયારી કરી છે.
જે વિડિયો સામે આવ્યો છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ હાર ભાળી ગઈ છે કરજણમાં કેસ ફોર વોટ અંગે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, જે વિડિયો સામે આવ્યો છે, તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ હાર ભાળી ગઈ છે. પહેલા કોંગેસના ધારાસભ્યો ખરીદ્યા હવે મતદારોને ખરીદવા નીકળ્યા છે. ભાજપ આવા ગોરખધંધા કરી ચૂંટણી જીતવા માંગે છે, પરંતુ, ભાજપ આવા હાથકંડા અપનાવી સફળ નહીં થાય.
સી.આર. પાટીલના નિવેદન પર કટાક્ષ કર્યો સોમા પટેલના વિડિયો અંગે સી.આર. પાટીલના નિવેદન પર કટાક્ષ કરતે જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, સી આર પાટીલ એવું કહે છે કે, આમાં સોમા પટેલ સ્પષ્ટ દેખાતા નથી. આ સની લિયોનીનો વિડિયો છે કે, એચડીમાં ઉતારવાનો હોય. સ્ટિંગ ઓપરેશન આવા જ હોય એચડીમાં ના હોય.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

