વેવાઈ-વેવાણ RETURN: નવસારીથી દાગીના પરત આપવા આવેલા વેવાણનાં બે સગાને વેવાઈએ માર મારીને ઘરમાં પુરી દીધા

અમરોલી છાપરાભાઠા રોડ પર રહેતા વેવાઈના ઘરે વેવાણના બે સગાએ મંગળવારે આવી સૂટકેસમાંથી ઘરેણાં કાઢીને વેવાઈની તરફ ફેંકયા હતા. વેવાઈએ આવી રીતે ઘરેણાં ન ફેંકવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં વેવાઈએ વેવાણના બંનેે સગાઓને ઘરમાં ગોંધી દીધા હતા. વેવાણના સંબંધીઓએ પોલીસ કંટ્રોલરૂમને કોલ કરતાં અમરોલી પોલીસ દોડી આવીને બંનેને મુક્ત કરાવ્યા હતા.

આ ઘટનાને લઈને અમરોલી પોલીસે સામ-સામી એનસી ફરિયાદ દાખલ કરી વેવાઈ અને વેવાણના સંબંધી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. વેવાઇ હિમ્મત પાંડવ તેમજ વેવાણના સંબંધી મહેશ રાવલ અને બિપીન પાંડવ સામે અમરોલી પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા. આ ઘટનાને લઈને બન્ને જૂથોના માણસો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. સોમવારે વેવાણને લઈને ભાગી ગયેલો વેવાઈ પોતાના ઘરે અમરોલી છાપરાભાઠા આવી ગયો હતો. જ્યારે વેવાણને તેના પતિ અને સાસરીયાઓએ ન સ્વિકારતાં પિયરજનો કામરેજ લઈ ગયા હતા. વેવાઈના દીકરાની વેવાણની દીકરી સાથે સગાઈ નક્કી કરી તે વખતે સોનાના ઘરેણાં સહિતના સામાનની આપ-લે કરી હતી. જે આપવા માટે વેવાણના બે સંબંધીઓ વેવાઈના ઘરે આપવા આવ્યા હતા.

વેવાઈએ હુમલો કર્યો

સુરેશભાઈ (નામ બદલ્યું છે)ના દીકરાના લગ્ન નવસારી ખાતે નક્કી કર્યા હતાં. પરંતુ વેવાણ શોભનાબેન(નામ બદલેલ છે)સાથે જૂનો પ્રેમને તાજો થઈ જતાં વેવાઈ અને વેવાણ નવસારીથી ઉજ્જૈન નાસી ગયા હતાં. 16 દિવસ બાદ બન્ને પરત ફર્યા અને વેવાણને તેના પતિએ રાખવાની ના પાડતાં પિયર જતાં રહ્યાં હતાં. જ્યારે વેવાઈ સુરેશભાઈ કતારગામ ખાતેના પોતાના ઘરે આવી ગયાં હતાં. સુરેશભાઈએ દીકરાના લગ્ન તૂટતાં સમાજમાં થનારી બદનામીથી નાસી ગયા હોવાનું પોલીસને નિવેદન આપ્યું હતું. આ દરમિયાન આજે વેવાઈના ઘરે નવસારીથી શોભનાબેનના પતિ દ્વારા સામાન પરત મોકલવામાં આવ્યો હતો. જેથી ગુસ્સામાં વેવાઈએ સામાન આપવા આવનાર બેને ગોંધી રાખીને હુમલો કર્યો હતો.

દાગીના અને સામાન આપવા આવેલો

નવસારીથી શોભનાબેનના પતિએ પોતાની દીકરીના લગ્ન તોડી નાખ્યા હતાં. જેથી દીકરીને થનાર સાસરિયા દ્વારા અગાઉ અપાયેલી ભેટ પરત કરવા માટે પોતાના બે સંબંધીને મોકલ્યાહતા. સંબંધીઓ વેવાઈના ઘરે બપોરના સમયે પહોંચ્યો હતો અને નવસારીથી ભેટ સોગાદ પરત આવી હોવાનું કહ્યું હતું. આ દરમિયાન વેવાઈ સુરેશભાઈએ મગજ પરનો કાબૂ ગુમાવી દઈને બંને સંબંધીઓને ગોંધી રાખીને માર માર્યો હતો. જેથી સંબંધીઓએ પોલીસ કન્ટ્રોલમાં ફોન કર્યો હતો. જેથી અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સંબંધીઓને છોડાવીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો