સંતાનોના લગ્ન પહેલાં ભાગી ગયેલા વેવાઈ અને વેવાણને હવે પરિવારની ચિંતા થઈ, વેવાઈએ મિત્ર સાથે ફોન પર વાત કરી, વેવાણે પૂછ્યું, ‘મારા પતિને કોઇ તકલીફ તો નથી ને?’

નવસારીની વેવાણને લઈને કતારગામનો વેવાઈ ફરાર થયો ત્યાર બાદ બે દિવસ પછી વેવાઇએ તેના એક મિત્રને કોલ કરીને કહ્યું કે હવે બસ જવું પડે એમ જ હતું. કોઈ રસ્તો ન હતો કહીને 17 મિનિટ સુધી વાત કરી હતી. જેમાં વેવાણે પણ નવસારીમાં તેના પરિવાજનોના શું સમાચાર છે તે બાબતે વાત કરી હતી. બન્ને ભાગી ગયા પછી ફોન પર મિત્રની સામે નૌટંકી કરવા લાગ્યા હતા.

પોલીસે લોકેશન શોધવા કવાયત હાથ ધરી

45 વર્ષીય સુરેશ(નામ બદલ્યું છે) જે પહેલા રાજકારણ સાથે વોટસએપ ગ્રૂપ અને ફેસબુકમાં એવી કોમેન્ટ કરી લોકોને સલાહ આપતા હતા. હવે આજે સુરેશ પોતાના દીકરાની સાસુના પ્રેમમાં પાગલ બન્યો અને તેને લઈને ભાગી ગયો, વેવાણ સોની(નામ બદલ્યું છે) પણ 46 વર્ષની ઉમર છે. બન્ને ભાગી જતા સોશિયલ મિડીયા પર ખાસ્સી ચર્ચોનો વિષય છે. આ તો ઠીક સમાજના લગ્ન પ્રસંગમાં પણ વેવાણ અને વેવાઈની વાત ચાલતી હોય છે. ઉજ્જૈનથી 20 કિલોમીટર દૂર એક ગામમાં હોવાનું અને રાષ્ટ્રીય પક્ષના એક કાર્યકરે તેમના રહેવાની વ્યવસ્થા કરી આપી હોવાનું મિત્રોનું અનુમાન છે. છે. જો કે આ બાબતે પોલીસ લોકેશનની તપાસ કરી બન્ને શોધવા કવાયત શરૂ કરી છે.

વાત કરી શકું એમ નથી, બહુ પ્રેશર છે, મારા ઘરે બધાને કેમ છે : વેવાઈ

વેવાઈએ પોતાના મિત્રને કહ્યું કે મેં એક પાર્સલ કુરિયરમાં મોકલ્યું છે, તેમાં હું કયા છું તેનું એડ્રેસ લખ્યું છે, તેની અંદર મારી દીકરીની લગ્નની ગીફટ છે. હું કોઈની સાથે વાત કરી શકું એમ નથી, મારે બહુ પ્રેશર છે. મારા ઘરે કોઈને તકલીફ તો નથી ને ! જ્યારે મિત્રએ સુરેશને સમજાવ્યો કે કંઈ ગભરાતા નહિ, તમને કંઈપણ તકલીફ હોય તો અમને બોલાવો, તમે જ્યાં કહેશો ત્યાં આવી જઈશું, જરાયે ચિંતા નહિ કરતા અને ખોટું પગલું પણ ભરતા નહીં.

વેવાણે પૂછ્યું કે – મારા પતિને હાર્ટની બીમારી છે તેને કોઈ તકલીફ તો નથી ને?

મિત્રની સાથે સુરેશે વાત કરી બાદમાં તેની પ્રેમિકા વેવાણ સાથે પણ મિત્રને વાત કરાવી હતી. જેમાં વેવાણને હવે ઘરેથી ભાગી ગયા પછી ઘરના સભ્યો યાદ આવે છે. તેણે કહ્યું કે નવસારીમાં મારા ઘરના શું સમાચાર છે. તેને એટેકની બીમારી છે એવું પણ પૂછ્યું હતું. આવી રીતે સુરેશ અને તેની વેવાણએ મિત્રની સાથે 17 મિનિટ સુધી વાત કરી હતી. જો કે તેઓ અત્યારે કયાં છે તે અંગે કોઈ ફોડ પાડયો ન હતો, છેલ્લે વેવાણે વોટસએપ કોલથી વાત કરવાની પણ વાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો