અમરેલીના આ ગામમાં વગર વરસાદે રસ્તા, ઘર, રસોડા અને બજારોમાં આપમેળે નીકળી રહ્યું છે પાણી, લોકોએ ઘરમાંથી પાણી કાઢવા મોટરો મૂકી!

વરસાદે આ વખતે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાકને જરૂરિયાત કરતા ખૂબ વધારે વરસાદ પડી ગયો છે. આ જ કારણે ખેડૂતોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી ગયો છે. અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ભારે વરસાદને કારણે અમરેલીના વેણીવદર ગામ ‘પાણીવદર’ ગામ બની ગયું છે. હાલ વરસાદને કારણે ગામના લોકો અનેક મુશ્કેલી વેઠી રહ્યા છે. વરસાદ ચાલ્યો ગયો છે પરંતુ પાણીના તળ એટલા ઊંચા આવી ગયા છે કે અહીં ગામના ઘરોમાંથી આપમેળે પાણી બહાર આવી રહ્યું છે. લોકોના ઘર, રસોડા, ફળિયા અને ગામના રસ્તાઓ સહિત અનેક જગ્યાએથી આપમેળે પાણી બહાર નીકળી રહ્યું છે. આ જ કારણે ગામના લોકો પરેશાન થઈ ગયા છે.

વાત એમ છે કે અમરેલીના માંગવાપાળ ગામ નજીક આવેલો વડી ડેમ 10 વર્ષ બાદ 100% ભરાયો છે. કોઈ પણ વિસ્તારમાં ડેમ ભરાતા પાણીના તળ ઊંચા આવે છે અને ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળતી હોય છે. પરંતુ વડી ડેમ ભરાયો હોવાથી વેણીવદર ગામના લોકો માટે નવી જ મુશ્કેલી ઊભી થઈ છે. આ ડેમને કારણે ડેમની બાજુમાં જ આવેલું આખે વેણીવદર ગામ મુશ્કેલીમાં મૂકાયું છે.

ડેમ છલોછલ ભરેલો હોવાના કારણે આ ગામના જમીની તળ એટલા ઊંચા આવી ગયા કે જમીનમાંથી સતત પાણી બહાર આવી રહ્યું છે. હાલત એવી છે કે આખું ગામ પાણીથી તરબોળ રહે છે. ગામની બજાર, લોકોના ઘરના ફળિયા, ઘર, રસોડામાંથી પાણી બહાર નીકળી રહ્યું છે.

આ ગામમાં અમુક લોકોના ઘરોની હાલ એવી છે કે લોકોએ પાણી બહાર કાઢવા માટે મોટર મૂકવી પડે છે. લોકો સતત ઘરોમાંથી પાણી બહાર કાઢી રહ્યા છે. અનેક લોકોએ ઘરોમાં નીચે રહેલા સામાનને ઊપર મૂકવાની ફરડ પડી છે. વરસાદને કારણે મકાનોમાં ભેજ આવી ગયો છે. એક-બે જર્જરિત મકાનો પાણીને કારણે પડી ગયા છે.

વેણીવદર ગામના મધુભાઈએ જણાવ્યું હતું કે, “10 દિવસથી ડેમ ભર્યો છે. રાત-દિવસ મોટર ચાલુ રાખીએ છીએ પરંતુ પાણી આવ્યા જ કરે છે. અમારા ઘરનો સામાન ઊપર મૂકવો પડ્યો છે. આજુબાજુમાં પણ આવી જ હાલત છે. ડેમ ઓથોરોટીને વાત કર્યા બાદ તેઓએ સંપાદનની પ્રક્રિયા કરવાની વાત કરી છે. 10 વર્ષ પહેલા થોડા મકાનો બીજી જગ્યાએ ખસી ગયા હતા, પરંતુ અડધું કામ બાકી રહી ગયું છે. હાલત એવી છે કે મકાનોમાં રહી શકાય એમ નથી.”

આ ગામની હાલત એવી છે કે ગામના પાદર આવેલા કૂવામાંથી પણ ત્રણથી ચાર મોટર ચાલુ હોય એટલું પાણી બહાર આવી રહ્યું છે. ગામની બજારોમાં પણ પાણી ભરેલા છે. આસપાસની જમીન સંપાદિત કરેલી છે પરંતુ ફક્ત રહેવાના મકાનો જ સંપાદિત થયા નથી. આ ગામના લોકો માગણી કરી રહ્યા છે કે સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવીને તેમને તાત્કાલિક બીજી જગ્યાએ ખસેડે. ગામ લોકોના કહેવા પ્રમાણે તેઓ દર વખતે રજુઆત કરે છે, પરંતુ તંત્ર તરફથી દર વખતે આશ્વાસન જ આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો