અમદાવાદમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો: મહિલાનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું, જ્યાં જાય ત્યાં પાછળ પાછળ જતો રોમિયો અને ઈશારા કરતો.

અમદાવાદ શહેરમાં છેડતી અને દુષ્કર્મના અનેક બનાવો સામે આવી રહ્યા છે. સ્ત્રી સુરક્ષાની વાતો વચ્ચે કેટલાક નરાધમો હજુ પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે અમદાવાદ શેહરમાં વધુ એક છેડતીનો બનાવ વેજલપુર વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયો છે. કચરો ફેંકવા માટે આવેલી મહિલાની બે લોકોએ છેડતી કરી હતી અને આ મામલે સમજાવવા જતા મહિલાના પતિ સાથે મારપીટ પણ કરી હતી જેની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસ એફઆરઆઈ મુજબ શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી 24 વર્ષની પરિણીત મહિલા તેના પતિ અને દોઢ વર્ષની દીકરી સાથે રહે છે. આ જ વિસ્તારમાં રહેતા અશરફ શફીમોહમદ શેખે છેડતી કરી હતી. મહિલાની ફરિયાદ મુજબ ગઇકાલે બપોરના દોઢેક વાગ્યાની આસપાસ તે અને તેના પતિ ઘરે હતા. આ દરમિયાન કચરા માટેની ગાડી આવી અને મહિલા કચરો ફેંકવા માટે બહાર આવી હતી. ત્યારે અશરફ શેખ અને તેનો મિત્ર એક્ટિવા પર આવી ને મહિલાના ઘર નજીક એક્ટિવા પાર્ક કરીને બેસી ગયા. એટલું જ નહિ અશરફે તેના મિત્રને કહ્યું હતું કે, જો આ કેવી લાગે છે. તેમ કહીને હોર્ન મારી ઈશારા કર્યા હતા. જેથી મહિલા તેના ઘરમાં જતી રહી હતી.

આ બાબતની જાણ તેના પતિને કરી હતી કે આ અશરફ શેક છેલ્લા એક મહિનાથી હું જ્યારે પણ ઘરની બહાર નીકળું મારો પીછો કરે છે અને સતત એક્ટિવાના હોર્ન મારે છે. જેથી મહિલાનો પતિ આ બાબતે અશરફને સમજાવવા માટે પોતાની પત્ની સાથે ઘરની બહાર ઉભેલા રોમિયો પાસે ગયો હતો. જોકે જ્યારે મહિલાના પતિએ અશરફને સવાલ કર્યોકે કેમ મારી પત્નીનો પીછો કરે છે અને છેડતી કરે છે હવે પછી આવું ન કરવા માટે જણાવ્યું ત્યારે તેઓએ મહિલના પતિને ગડદાપાટુનો માર માર્યો હતો અને બિભત્સ ગાળો બોલી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, આસપાસમાં લોકો એકઠા થઈ જતા આ બંને મિત્રો જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.

મહિલાએ પોલીસને જણાવ્યું કે અશરફ છેલ્લા એક મહિનાથી પોતે જ્યારે પણ તેના ઘરની બહાર નીકળે ત્યારે એક્ટિવા લઈને પીછો કરતો અને હોર્ન મારતો હતો. હાલ માં પોલીસ એ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો