સુરતમાં અસામાજિક તત્વોનો ફરી આતંક: યુવકનું અપહરણ કરી સળીયાથી માર માર્યો, બનાવ સીસીટીવીમાં થયો કેદ

સુરત શહેર (Surat city)માં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં એક યુવકનું ચાની દુકાન પરથી અપહરણ (kidnapping) કરી લેવામાં આવ્યું હતું. જે બાદમાં તેને માર મારવામાં આવ્યો હતો. અપહરણનો આ બનાવ સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે અઠવા વિસ્તાર (Athwa area)માં એક યુવાનને સામાન્ય બાબતમાં અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ અંગે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, જે બાદમાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પોલીસ માર મારનાર યુવકો સામે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.

સુરતમાં ગુનાખોરીએ જાણે કે માઝા મૂકી છે હોય તેમ એક પછી એક ગુનાના બનાવો બની રહ્યા છે. તેમાં પણ પોલીસની નિષ્ક્રિયતાને પગલે અસામાજિક તત્વો જાણે કે બેફામ જ બની ગયા છે. અસામાજિક તત્વોના આંતકનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતના અઠવા વિસ્તાર રહેતો અને શાકભાજીનો વેપાર કરતો સાહિલ નામનો યુવાન અઠવા વિસ્તારમાં આવેલી તલાવડી ખાતે આવેલી ચાની દુકાન પર ચા પીવા માટે ગયો હતો.

આ સમયે આ જ વિસ્તારના માથાભારે હોવાની છાપ ધરાવતા સદ્દામ અને અરબાજ જૂની અદાવત રાખી સાહિલનું ત્યાંથી અપહરણ કરી ગયા હતા. બાદમાં યુવાનને ચપ્પુ અને સળીયા વડે માર મારવામાં આવ્યો હતો. માર માર્યા બાદ યુવકને છોડી મૂકવામાં આવ્યો હતો.

માર મારવા અંગે સાહિલે બંને ઈસમો વિરુદ્ધ અઠવા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પોલીસે સાહિલની ફરિયાદ લઈને માથાભારે ઈસમો વિરુદ્ધ સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે માથાભારે તત્વો સામે સામાન્ય કલમો લગાવતા પોલીસની કામગીરી પર પણ હવે સવાલ ઉઠી રહ્યા છે.

આ આખી ઘટના ચાની હોટલ ખાતે લાગેલા સીસીટીવી કેમેરામં કેદ થઈ ગઈ છે. જેમાં યુવકને માર મારવામાં આવ્યો હોવાનું અને અપહરણ કરવામાં આવ્યાનું જોવા મળી રહ્યું હોવા છતાં પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ કે અપહરણનો ગુનો નોંધવાને બદલે સામાન્ય કલમ લગડતા અનેક સવાલો ઊઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો