અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, 15 મેથી આ નિયમો સાથે શરૂ થશે શાકભાજી-કરિયાણાની દુકાનો, જાણો બીજી શું છુટછાટ મળશે?

હાલ સુપર સ્પ્રેડર્સને કારણે અમદાવાદમાં સંપુર્ણ લોકડાઉન છે. જેમાં શાકભાજીની લારીઓ અને કરિયાણાની દુકાનો પણ બંધ છે. પણ 15 મેથી અમદાવાદીઓને આ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. આજે ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે દુકાનો ખોલવાની સાથે જરૂરી નિયમો પાળવાના રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદમાં સંપુર્ણ લોકડાઉનનો સમય 15મેના રોજ પૂર્ણ થાય છે. જે બાદ જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે કરિયાણું, શાકભાજી, ફળ અને અનાજ દળવાની ઘંટી સહિતની વસ્તુએઓ ઉપલબ્ધ થશે. જો કે આ માટે તંત્ર દ્વારા શરતો મુકવામાં આવી છે. જેમાં તમામ વિક્રેતાઓને ફરજિયાત હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ રાખવું પડશે. અને સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી જ વિક્રેતાઓને ફાળવણી કરેલાં વોર્ડમાં જ નિશ્ચિત કરેલાં વિસ્તારમાં દુકાનો ખુલ્લી રાખી શકાશે.

તો દુકાનદારો અને વિક્રેતાઓ માટે પણ જરૂરી શરતો રાખવામાં આવી છે. જેમાં ફક્ત આવશ્યક વસ્તુઓનું જ વેચાણ કરવામાં આવશે. દર સાત દિવસે હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ રિન્યુ કરાવવું પડશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. તેમજ કન્ટેઈન્ટમેન્ટ એરિયામાંથી કોઈપણ સ્ટાફને કામગીરી સોંપી શકાશે નહીં. ડિજિટલ પેમેન્ટ ન હોય તો રોકડ વ્યવહાર માટે ટ્રે રાખવી પડશે. જેમાં પૈસા રાખવાની ટ્રે અલગ અને પૈસા આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે.

આ ઉપરાંત તમામને ગ્લ્વઝ, સેનેટાઈઝર, કેપ, માસ્ક વગેરે પહેરી રાખવું પડશે. દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટિક અથવા એ પ્રકારનું આવરણ રાખવાનું રહેશે. આ ઉપરાંત હોમ ડિલિવરી માટેનો સમય સવારના 10થી બપોરના પાંચ વાગ્યા સુધીનો રહેશે.

આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં અમદાવાદમાં કોરોનાના જંગની જવાબદારી જેમને સોંપાઈ છે તે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ૧૫મીથી આ મર્યાદિત સ્વરૂપે લોકોને શાકભાજી, અનાજ-કરિયાણું અને ફળો મળી રહે તે માટે તમામ કડક તકેદારીઓ સાથે વેચાણની છૂટ આપવામાં આવશે. તેમના અધ્યક્ષસ્થાને રીવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં સોમવારે આ નિર્ણય લેવાયો હતો. આ અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા હવે પછી ઔજાહેર થશે.

કયા સુપર સ્ટોર્સને શું આદેશો થયા

ડી-માર્ટ, ઓશિયા હાઈપરમાર્ટ, બીગ બાસ્કેટ, બિગ બઝાર, ઝોમેટો, સ્વિગી વગેરેને તેમના ડિલીવરી સ્ટાફનંન સો ટકા સ્ક્રીનિંગ કરવાના આદેશો થયા છે. આ દરેકે માત્ર અને માત્ર ડિલીવરીથી જ ચીજવસ્તુઓનું વેચાણ કરવાનું રહેશે.

કરન્સીથી ફેલાતા ચેપને રોકવા ફક્ત ડિજિટલ પેમેન્ટ

આ તમામ સ્ટોર્સ અને ડિલિવરી એગ્રિગેટર્સે માત્ર યુપીઆઈ કે અન્ય પ્લેટફોર્મ મારફતે ડિજિટલ પેમેન્ટ લેવાનું રહેશે. આ અંગે સરકાર માને છે કે, રોકડમાં થતા વ્યવહારોમાં ચલણી નોટથી પણ કોરોના ફેલાઈ શકતો હોવાથી તે રોકવા માત્ર ઈ-પેમેન્ટ જ સ્વીકારાશે. કેશ ઓન ડિલિવરી હાલ ઉપલબ્ધ નહીં બનાવાય.

વધુ ચાર્જિસ લેતી ૭ હોસ્પિટલોને નોટિસ  

કોરોના પોઝિટિવ દર્દીઓ પાસેથી સારવાર માટે વધુ ચાર્જીસ લેતી ૭ ખાનગી હોસ્પિટલોને ફટકારેલી નોટિસ મુજબ, અમને એવી અનેક ફરિયાદો મળી છે કે કોરોનાના દર્દીઓ પાસેથી તમે ખૂબ જ ઊંચા ચાર્જ વસુલો છો. કોરોનાના દર્દીઓ પાસેથી વધુ ચાર્જ ન લો તેને ઘટાડી દો. ચાર્જ વાજબી કરી દો જથી દર્દીઓને સારવાર લેવામાં કોઈ મુશ્કેલી ન નડે.

કઈ ખાનગી હોસ્પિટલ્સને નોટિસ

  1. HCG હોસ્પિટલ, મીઠાખળી
  2. નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, રખિયાલ
  3. શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, વિજય ચાર રસ્તા, નવરંગપુરા
  4. સેવિયર હોસ્પિટલ,નવરંગપુરા
  5. શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ,હરીદર્શન ચાર રસ્તા,નરોડા
  6. સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ, પકવાન ચાર રસ્તા
  7. તપન હોસ્પિટલ,આનંદનગર ચાર રસ્તા,સેટેલાઈટ

માત્ર નોટિસથી કંઈ ન વળે, આ હોસ્પિટલોનું ભાવ બાંધણું કરવું પડે

કોવિડ ડેઝિગ્નેટ કરેલી હોસ્પિટલ્સને નોટિસ ફટકારવાનો AMCનો નિર્ણય લોકોની આંખમાં ધૂળ નાંખવાના પ્રયાસ છે. કારણે કે, ૧૬મી એપ્રિલે જ રાજ્યના આરોગ્ય વિભાગે ખાનગી હોસ્પિટલ્સને કોવિડ ડેઝિગ્નેટ કરવાનો નિર્ણય કરી તમામ લોકોને અહીં ઓપીડી-આઈપીડીની સારવારનો સદંતર નિઃશુલ્ક પૂરી પાડવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત, ઓપીડીમાં નિષ્ણાત દ્વારા કન્સલ્ટેશનની જરૂર પડે તો જરૂરી દવાઓ માટે અને એક્સ-રે, લોહીના પરીક્ષણ માટે દર્દી દીઠ રૂ. ૨૦૦નો, આઇસોલેશન બેડના ૧૮૦૦, આઇસોલેશન એચડીયુમાં ૨૭૦૦, આઈસીયુમાં ૩૬૦૦ અને વેન્ટિલેટર સાથે આઈસીયુમાં ભરેલી પથારીનું ૪૫૦૦નો ચાર્જ નક્કી કર્યો હતો. સરકારે આ હોસ્પિટલો પાસેથી કડક હાથે ભાવ બાંધણું કરવું પડે.

હોમ ડિલિવરી માટે આ પાંચ વસ્તુ કરવી ફરજિયાત

  1. એએમસીનું હેલ્થ કાર્ડ સાત દિવસ માટે જ વેલિડ. મુદત વીત્યે રિન્યૂ કરાવવું પડશે.
  2. કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર થયા હોય ત્યાંથી કોઈપણ વ્યક્તિને ડિલિવરીમાં મુકી નહીં શકાય.
  3. ડિલિવરી કરનારાએ ગ્લવ્ઝ, સેનિટેશન કેપ, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજિયાત
  4. માત્ર કેશ લેસ પદ્ધતિથી જ પેમેન્ટ, કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ નવા હુકમો ન થાય ત્યા સુધી ઉપલબ્ધ બનાવાશે નહીં
  5. ડિલિવરી કરનારા દરેક કર્મીએ પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો