બોલિવૂડનાં કલાકારો સાથે ઘરોબો ઘરાવતા કુખ્યાત ખંડણીખોર વસીમ બિલ્લાની નવસારીમાં હત્યા, ફાયરિંગ કરીને જ કારમાં જ ઢાળી દીધો

શહેરનાં કુખ્યાત ખંડણીખોર વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા પર બુધવારે મોડી સાંજે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. નવસારીનાં મણિનગર પાસે કારમાં વસીમ બિલ્લા કારમાં જઇ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ કારને અટકાવીને 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમા વસીમને છાતીનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મહત્વનું છે કે, સુરત ઝાંપા બજાર ખાતે રહેતા વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા સુરત ખાતે કુખ્યાત નાસિર સુરતી અને તેના ભાઈની ગેંગમાં સામેલ થઈ ખંડણી ઉઘરાવતો હતો. તડીપાર વસીમ બિલ્લા નવસારીમાં રિંગરોડ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં તેના પિતા સાથે રહેતો હતો.

બુધવારે રાત્રે વસીમ કાર લઈને નવસારીનાં છાપરા રોડ ખાતે ગયો હતો. વસીમ સાથે કોઈ સુરતનાં શખ્સ સાથે રૂ. 5 કરોડની લેતી-દેતીના મામલે ચારેક લોકો નવસારી આવ્યા હતા અને રસ્તામાં જ મિટિંગ થયા બાદ તેમની વચ્ચે કોઈ બોલાચાલી થઈ હતી.

વસીમનું બોડી બિલ્ડીંગમાં સારું નામ હોય તેણે બોલિવૂડ કલાકારો સાથે કામ કર્યું હતું. વસીમે સલમાન ખાન, ટાઇગર શ્રોફ સહિતનાં કલાકારો સાથે ફોટો પણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો