ઝડપની મજા મોતની સજા: દમણમાં 100ની સ્પીડે ટર્ન ન કપાતાં હાર્લી ડેવિડસનની સ્પોર્ટ્સ બાઇક સ્લિપ થતાં વેપારીના પુત્રનું ઘટનાસ્થળે જ મોત

દમણ – વાપી મુખ્ય માર્ગ ઉપર વરકુંડ સ્થિત સંત નિરંકારી હોલ નજીક હાર્લી ડેવિડસનની સ્પોર્ટ્સ બાઇકનો ચાલક 100ની સ્પીડમાં ટર્ન મારવા જતાં નિયંત્રણ ગુમાવ્યું હતું. બાઇક સ્લિપ મારીને સીધી ઘસડાઇને ડિવાઇડર સાથે અથડાતાં વાપીના વેપારી પુત્ર-ચાલકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે પાછળ બેસેલા મિત્રને ઇજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વાપી આનંદ નગર સ્થિત ભોલેબાબા આશ્રમ નજીક રહેતા અને માર્કેટમાં બટાકાનો હોલસેલ વેપારી ઓમપ્રકાશ ઠાકુરનો 38 વર્ષીય પુત્ર જયદીપસિંગ પોતાની હાર્લી ડેવિડસન સ્પોર્ટ્સ બાઇક નંબર GJ 15 BM 6001 લઇને રાત્રે દમણથી તેમના 30 વર્ષીય મિત્ર જિજ્ઞેશ મનસુખભાઇ રાજપૂત મૂળ રહે. ખારીવાડ- નાની દમણ અને હાલ મુંબઇ સાથે વાપી તરફ આવી રહ્યા હતા. 800 સીસીની સ્પોર્ટ્સ બાઇક લઇને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે વાપી દમણ મુખ્ય માર્ગ ઉપર વરકુંડના સંત નિરંકારી હોલ નજીક વળાંકમાં ઓવર સ્પીડને લઇને ટર્નિંગમાં ચાલક નિયંત્રણ ન કરી શકતાં બાઇક રોડ ઉપર સ્લિપ થઇને ડિવાઇડરમાં અથડાઈ હતી.

બાઇકચાલક જયદીપસિંગનું માથું ડિવાઇડરમાં ભટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સ્થળ ઉપર જ મોત થયું હતું, જ્યારે પાછળ બેસેલા મિત્ર જિજ્ઞેશ રાજપૂતને માથા તથા પેટના ભાગે ઇજા પહોંચતાં 108 દ્વારા દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક દમણ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી.

સ્પીડ કંટ્રોલ ન થતાં ડિવાઈડર સાથે અથડાઈ

અકસ્માતમાં બાઇકની પાછળ બેસેલા મૃતકના મિત્ર જિજ્ઞેશ રાજપૂતે જણાવ્યું હતું કે શનિવારે મારી બાઇક લઇને જયદીપ વાપી ગયો હતો. વાપીમાં તેમના ઘરે મૂકેલી મારી બાઇક લેવા માટે દમણથી વાપી જવા માટે નીકળ્યા હતા. જોકે બાઇકની વધારે સ્પીડ હોવાથી વળાંકમાં કંટ્રોલ રહ્યો ન હતો અને બાઇક સ્લિપ થઇને ડિવાઇડર સાથે અથડાઈ હતી. હું અને મારો મિત્ર બંને અકસ્માત બાદ ત્યાં જ બેભાન થઇને ઢળી પડ્યા હતા. હાલ હું મુંબઇ રહું છું, જયા મૃતક સાથે મારો પરિચય થયા બાદ મિત્રતા થઇ હતી. લોકડાઉન બાદ હું મુંબઇથી દમણ રહેવા માટે આવી ગયો છું.

હાર્લી ડેવિડસનની 800થી વધુ સીસીની આ બાઇકની કિંમત જ 10 લાખથી વધુ છે. આ સ્પોર્ટ્સ બાઇકની સૌથી વિશેષતા એ છે કે એક કાર જેટલી એન્જિનની ક્ષમતા હોવાથી ગણતરીના સેકન્ડમાં જ 100થી વધુની સ્પીડ પકડી લે છે. જોકે આજની યુવા પેઢી સ્પીડની રોમાંચમાં વધારે સીસીની બાઇક ખરીદતા હોય છે. જોકે એવો રોડ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ન હોવાથી ગતિની મજામાં ક્યારેક જીવ ગુમાવી બેસતા હોય છે. વાપીમાં આવી સ્પોર્ટ્સ બાઈક માજી કાઉન્સિલર અને વેપારી પુત્ર પાસે જ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો