કોરોનાના કારણે લગ્નના દિવસે જ દીકરીને કન્યાદાન આપવાને બદલે પિતાએ અગ્નિદાહ આપવાની નોબત આવી

કોરોના વાયરસે ઘણા પરિવારોના સ્વજનોને છીનવી લીધા છે. ક્યારેક તો પરિવારના સભ્યોને પોતાના સ્વજનનું અંતિમવાર મોઢું જોવાનું પણ નસીબ થતું નથી. તો ક્યારેક પરિવારના સભ્યોની સામે કોરોનાથી તરફડીને પરિવારના સભ્યોનું મોત થાય છે. જ્યારે કોરોના એક દિકરીના લગ્નની ખુશીને માતમ પરિવર્તિત કરી છે. યુવતીએ પોતાના પીઠીના દિવસે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. જે પિતા દીકરીના લગ્ન કરીને દીકરીને વિદાય કરવાના પ્રસંગની રાહ જોઈ રહ્યા હતા તે પિતાને દીકરીની અર્થી ઉઠાવવાનો વારો આવ્યો હતો. આ ઘટના વલસાડના કપરાડાના એક ગામની છે. મૃતક યુવતી કોરોના વોરિયર્સ તરીકે ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવી રહી હતી.

રિપોર્ટ અનુસાર વલસાડના કપરાડા તાલુકામાં મોટા પોઢા ગામે ઓમ કચ્છ ફળિયામાં એક પટેલ પરિવાર રહે છે. પટેલ પરિવારની દીકરી મનીષાના લગ્ન 24 એપ્રિલના રોજ સેલવાસના રાખોડી ગામના યુવક સાથે થવાના હતા. મનીષા વાપીની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. દીકરીના લગ્નની ખુશીમાં પરિવારના સભ્યોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી અને દીકરીના લગ્નની કંકોત્રીઓ પણ મહેમાનોને વહેંચી દીધી હતી પરંતુ લગ્નના થોડા દિવસ પહેલા જ મનીષાની તબિયત ખરાબ થઈ હતી અને તેને તાવ આવ્યો હતો. તેથી મનીષા એ પોતાનો કોરોનાનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મનીષા કોરોના સંક્રમિત થઈ હોવાના કારણે તેને સારવાર માટે સેલવાસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી કારણ કે, વાપી અને વલસાડની એક પણ હોસ્પિટલમાં ઓક્સિજન કે વેન્ટિલેટરમાં ખાલી ન હતા અને વેન્ટિલેટરના અભાવે મનીષાની તબિયત વધારે લથડી હતી અને અંતે તેને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી હતી.

લગ્નના આગળના દિવસે એટલે કે પીઠીની રસમના દિવસે મનીષા એ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા અને જે પિતા 24 એપ્રિલે દીકરીને લગ્ન કરીને સાસરે વળાવવાની રાહ જોતા હતા તે પિતાને દીકરીને મૃતદેહને કાંધ આપવાનો વારો આવ્યો છે. કોરોનાથી દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. લગ્નની તમામ ખૂશી કોરોનાના કારણે માતમમાં પરિવર્તિત થઈ ગઈ હતી. ગામના લોકોએ પણ મનીષાના પરિવારની વેદનાને જોઈને કંપી ઉઠયા હતા.

ઉલ્લેખનિય છે કે, હાલ રાજ્યની મોટાભાગની હોસ્પિટલ કોરોનાના દર્દીથી ઉભરાઇ ગઈ છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને પોતાના ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે અને ગંભીર દર્દીઓને જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો