અમારે તો રોજ વેલેન્ટાઇન: સંતાનોને વ્હાલથી ઉછેર્યા, પણ વૃધ્ધાવસ્થા આશ્રમમાં

નડિયાદ: વેલેન્ટાઇન્સ ડે 14 ફેબ્રુઆરી. યુવાઓ પ્રેમનો ઇઝહાર કરી , પ્રેમીઓ એકબીજા સાથે સમય પસાર કરી આ ખાસ દિવસની ઉજવણી કરશે. આજકાલના યુવાઓનો પ્રેમ, એમનું બોન્ડીંગ અગાઉના લોકોની જેમ સ્ટ્રોંગ હોતું નથી. નાની – નાની વાતોમાં થતાં ઝઘડા અને બ્રેકઅપ, સંબંધોનો અંત. પણ વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા, 10 – 15 કે 30 – 40 વર્ષથી નહીં પણ 50 – 60 વર્ષથી સતત એકબીજાના સાનિધ્યમાં, ઋણાનુબંધથી જોડાયેલા આ વડીલ કપલ પણ વેલેન્ટાઇન ડેની આનંદથી ઉજવણી કરે છે અને દુ:ખ- સમસ્યાઓને ભૂલીને પોતાની ટુગેધરનેસને ઉજવે છે.

પીજ ઘરડા ઘરમાં જીવતાં 4 દંપતિઓ વર્તમાન જીવનથી ખુશ છે

અનેક સ્થિતીઓમાંથી પસાર થયા

65 વર્ષના પ્રકાશભાઇ લાખિયા અને 61 વર્ષના નિરંજનાબેન લાખિયા પીજના ઘરડા ઘરમાં પુત્ર અને પુત્રવધુથી દૂર, અહીં જીવનનો જે સમય પસાર થઇ રહ્યો છે તે ઇશ્વરની કૃપા છે. અનેક ઉતાર- ભઢાવ, સારા-નરસા અનુભવો જીવનમાં થયા. ઇશ્વરની જે ઇચ્છા હતી તેનો સ્વીકાર કર્યો. દીકરો B.Com, વહુએ એલ.એલ.બી કર્યુ છે.

48 વર્ષના લગ્નજીવન બાદ પણ આજે પ્રેમ અકબંધ

48 વર્ષના લગ્નજીવન બાદ પણ આજે પ્રેમ અકબંધ

રજનીકાંતભાઇ (ઉ.વ.69) અને સુશીલાબેન (ઉ.વ.69) સંતાનો સાથે આજે એટલીજ આત્મિયતા ધરાવે છે. સાઇકલ રિપેરીંગની દુકાન ચલાવતાં રજનીકાંતભાઇ 7 મહિનાથી સમજણથી ઘરડા ઘરમાં રહે છે. આર્થિક સ્થિતીને લઇને નિર્ણય લીધો હતો.

વસંતભાઇ અને મંજુલાબેનના વિચારો આજેપણ એક છે

વસંતભાઇ અને મંજુલાબેનના વિચારો આજેપણ એક છે

લગ્નના 58 વર્ષમાં ક્યારેય અમારા બે વચ્ચે વિચારો મામલે વિવાદ થયો હોય તેવું બન્યું નથી. અમારા વિચારો મળતાં જ રહે છે. ક્યાંક હું એમની વાત માની લઉં અને ક્યારેક એ મારી વાત માની લે. સંતાનમાં 4 દીકરીઓ અને એક દીકરો છે. સંતાનો મળવાં આવતાં રહે છે.

લગ્નના 60 વર્ષ આજેપણ એકબીજાની ખૂબ કેર કરે છે

લગ્નના 60 વર્ષ આજેપણ એકબીજાની ખૂબ કેર કરે છે

75 વર્ષના રમણભાઇ અને 73 વર્ષના લીલાબેનના લગ્નને 60 વર્ષ થયા. વર્ષો થયા, દરેકના જીવનમાં હોય તેમ સુખ-દુ:ખ બંને જોયા.એકબીજા માટેની લાગણીઓ… બસ આજ હતું અને આજેપણ છે. સંતાનો સુખી છે, અમે અહીં સુખી છીએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો