વાગડના ડાભુડા ગામમાં ચાલે છે ગાયો માટે અન્નક્ષેત્ર: જીવદયા માટે કાયમ સેવારત રહે છે સેવાભાવીઓ, જરૂર પડ્યે ગૌધન માટે મળી રહે છે તમામ મદદ

પૂર્વ કચ્છની પાવન ભૂમિ ધરાવતા વાગડ વિસ્તારમાં વર્ષોથી જીવદયાનું કામ થતું આવ્યું છે. જેના પુરાવા ઇતિહાસમાં પણ મળી રહે છે. વાગડ એટલે ભચાઉ અને રાપર વિસ્તાર. જ્યાં ગરમ તાસીરની છાપ ધરાવતા વાગડવાસીઓ સ્વભાવે સ્વમાની અને તેની સાથે લાગણીશીલ પણ ખરા. એ લાગણી કોઈ માનવ પ્રત્યે હોય કે પછી કોઈ અબોલ પશુ માટે જીવ માત્રની મદદ માટે સદા પોતાની તત્પરતા બતાવતા રહે છે. એવાજ એક સેવાભાવી વ્યક્તિ છે રાપર તાલુકાના ડાભુડા ગામના જે પોતાના સાથી મિત્રોની ટિમ સાથે સતત જીવદયા પ્રવુતિ દ્વારા વાગળનું નામ આગળ લઈ જઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જીવદયાપ્રેમીના નામે ગામ ઓળખાય છે
તાલુકા મથક રાપરથી સઈ ચિત્રોડ માર્ગ પર આવેલુ ડાભુડા ગામ ત્યાંના જીવદયા પ્રેમી જગુભા જાડેજાના નામથી જાણીતું બન્યું છે. ખેતી સહિતના વ્યવસાય ધરાવતા જગુભા તેમની ટીમના સભ્યો સાથે સતત જીવદયાની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. તેમાં કોઈ માલધારીને પોતાના અબોલ પશુ માટે ખોરાકની જરૂર જણાય ત્યારે એ જરૂરિયાત સેવાભાવી દ્વારા પુરી પડાય છે. તો છેક આડેસરથી સમાખીયાળી સુધી અને ખડીરના ધોળાવીરાંથી રાપર સુધીના વિસ્તારમાં કોઈ ગૌ વંશને ઇજા પહોંચી હોય કે બીમાર હોય તુરંત તેંને પશુ સારવાર કેન્દ્રમાં લઈ આવાય છે.

ડાભુડા ગામે સક્રિય છે ગાયો માટેનું અન્નક્ષેત્ર
આ વિષે રાપર તાલુકાના ડાભુડા ગામના લોકોનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, અહીંનાં જગુભા વેલુભા જાડેજા અને તેમની ટિમ દ્વારા પસાર થતી ગાયોને જરૂર પડે ત્યારે ખોરાક માટે ચારાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. ચાર દિવસ પૂર્વે પાટણ જિલ્લાના વારાહી તાલુકાના સાતલામપુર ગામના માલધારી પશ્ચિમ કચ્છના બન્ની વિસ્તારમાં પોતાના ગાયોના ધણ સાથે જઇ રહ્યા હતાં ત્યારે ગાયોને કુદરતી ઘાસ પૂરતા પ્રમાણમાં ના મળતા ભૂખે હેરાન થતી હતી. જેની જાણ જગુભાને કરાતા તુરંત તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને ગાયો માટેનો ચારો મંગાવી આપ્યો હતો. વર્ષ દરમ્યાન અનેક માલધારીઓ વટેમાર્ગુઓને મુશ્કેલીના સમયે મદદરૂપ બનતા રહે છે.

જીવદયાની જ્યોત જલાવવા અનેકનો સહયોગ
જીવદયા પ્રવુતિ દ્વારા વાગડમાં સેવાની જ્યોત જલાવનાર જગુભા સાથે વાત કરતા જાણવા મળ્યું કે, માત્ર ગૌ વંશજ નહિ પરંતુ જીવ માત્રને તેઓ મદદરૂપ થતા રહે છે. તેમના કહેવા અનુશાર 2017થી જીવદયાની પ્રવુતિ શરૂ કરી છે. એક ગાયને રસ્તે ઇજાગ્રસ્ત હાલતમાં જોઈ અને પોતાની ગાડીમાં સારવાર માટે રાપર પાંજરાપોળ ખાતે જીવદયા મંડળમાં પહોંચાડી સારવાર કરાવી હતી. જેના દ્વારા ખૂબ આત્મ સંતોષ થયો એજ વર્ષે વીએચપી સંસ્થા સાથે જોડાયો અને જીવદયાનું કાર્ય કરતો ગયો એમાં મારા સથી મિત્રો ભરત મારાજ, ઈશ્વર મારાજ, રામજીભાઈ રાજપૂત સહિતના સહભાગી બનતા કતલ ખાને જતી ગાયો અને ભેંસો સહિતના જીવોને બચાવવાનું કાર્ય પણ કરતા ગયા. અત્યાર સુધી સેંકડોની સંખ્યામાં અબોલ પશુઓના જીવ બચાવવા અમારી ટીમને સફળતા મળી છે. તેમાં પોલીસ તંત્તનો પણ પૂરતો સહયોગ મળતો રહ્યો છે. જેમાં રાપર પાંજરાપોળ અને તેમના જીવદયા મંડળની સાથે પશુ ચિકિત્સક સ્ટાફ સદા મદદ કરતા રહે છે. આ જીવદયા માટે અનેક લોકો સહભાગી બન્યા છે.

ખરાબ અનુભવ
આજથી દોઢ વર્ષ પહેલાં રાત્રીના ભાગે કનેયાબે તરફથી રાપર તરફ આવી રહેલી ગૌ વંશ ભરેલી પિક વેનને બાતમીના આધારે પોલીસ દળ સાથે અટકાવવા ઉભા હતા ત્યારે ગૌવંશને સંભવિત કતલખાને જતા લોકોએ વેન જગુભાની જીપકારને જોરદાર ટક્કર મારીને નીકળી ગઈ હતી ત્યારે તેમની સાથે ટીમનો સદભાગ્યે બચાવ થઈ ગયો હતો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો