સાધુની ‘પ્રેમલીલા’: સ્ત્રી વેશ ધારણ કરી ત્યાગવલ્લભ શું કરવા માગે છે? આવા સંતોની હકાલપટ્ટી કરવા સત્સંગ સમાજની માગ
ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી દ્વારા જીવન જીવવાનો સાચો માર્ગો બતાવીને લોકોને સદમાર્ગે વાળ્યા હતા. જેના પગલે આજે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકોવાગી રહ્યો છે. ત્યારે વડતાલ સંપ્રદાયના ત્યાગવલ્લ્ભ સ્વામીએ મહીલાનો વેશ ધારણ કરી શિક્ષાપત્રીના આર્દશોને અભરાઇ પર મુકી દીધા છે. એટલુ જ નહીં ભક્તિ સવામીના કામવાસના જાગે તેવા બિભત્સ ચેટિંગ અને ચુબંનોની ચર્ચાના સક્રિન સોટ સોશીયલ મીડિયા પર વાયરલ થતાં લાખો હરિભકતોની લાગણી દુભાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ચેટિંગના સ્ક્રિનશોટ વાઇરલ
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને સ્ત્રીનું મુખ જોવાનું પણ વર્જ્ય છે, ત્યારે સંપ્રદાયના જ બે સાધુ સોશ્યલ મિડિયા પર મહિલા સાથે ઉત્તેજીત ભાષામાં વાતો કરે છે અને ફોટા પણ મંગાવે છે. તેનાથી પણ આગળ વધી ત્યાગ વલ્લ્ભ સ્વામીએતો મહિલાનો જ પોષાક પહેરી ફોટા પડાવ્યાં હતાં. વિડીયો કોલ કરી એક સંતના બિભત્સ ચેટિંગના સ્ક્રીન શોટ વાયરલ થતાં ભકતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
સ્ત્રીવેશના ફોટા વાઇરલ થયા
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કરજણ પંથકના કંડારી ગુરૂકુળના ત્યાગવલ્લભ સ્વામીના તથા અમદાવાદ પંથકના એક સ્વામિનારાયણ મંદિરના સંત ભક્તિ કિશોર સ્વામી કુકર્મોનો ભાંડો ફૂટ્યો છે. ભક્તિકિશોર સ્વામીએ હરિભક્ત મહિલા સાથે બિભત્સ અને ઉત્તેજક વાતો સોશ્યલ મિડીયા પર કરી છે. જે ચેટીંગના સ્ક્રીન શોટ હરિભક્તોમાં વાયરલ થતાં ભારે રોષ ફેલાયો છે. તેવી જ રીતે ત્યાગવલ્લભ સ્વામીના પણ સ્ત્રીના પહેરવેશમાં ફોટા વાયરલ થયાં છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, તેઓ પણ સોશ્યલ મિડીયા થકી મહિલા સાથે સતત વિડીયો કોલ કરી વાતચીત કરતાં હતાં. એક હરિભક્તે આવા સંતોને પંથકમાંથી હાંકી કાઢવા માગણી કરી છે.
એક માસથી ત્યાગવલ્લવભ સ્વામી કંડારી છોડી ભૂગર્ભમાં
કંડારી ગુરૂકુળના ત્યાગવલ્લભ સ્વામી અશ્લીલ વિડીયો અને ફોટા વાયરલ થયા હતા. જો કે એક માસ પહેલા તેઓની કામલીલી બહાર આવી ગઇ હતી.જેના કારણે છેલ્લા એક માસથી કંડારી ગુરૂકુળ છોડીને ત્યાગવલ્લભ સ્વામી ભૂગર્ભમાં ચાલ્યા ગયો હોવાનું કેટલાંક હરિભકતોએ જણાવ્યું છે
સંતો સામે સખત કાર્યવાહી કરવાની માંગ
ત્યાગવલ્લભ સ્વામીના વાયરલ થયેલા અશ્લિલ ફોટા અને વિડીયોને કારણે દેશવિદેશમાં લાખો હરિભકતોની લાગણી દુભાઇ છે. ત્યારે સંપ્રદાયનું નામ બદનામ કરતાં સંતો અને સાધુ સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાતે સમસ્ત સત્સંગ સમાજ દ્વારા વડલાત ટેમ્પલ કમિટીના હોદેદારોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં આવા સંતો અને સંપ્રદાયને બદનામ કરનારા સંતો સામે કાર્યવાહી કરવા આવેદન આપ્યુ છે. – રાકેશ પટેલ હરિભકત,સંજાયા
15 દિવસ પહેલા જ ઉઘાડો પત્ર વાયરલ થયો હતો
વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગુરૂ સંતની તેમના શિષ્ય સાથેની કામલીલાને ઉઘાડો પાડતો પત્ર અને ઓડિયો પખવાડિયા અગાઉ જ વાઇરલ થયો હતો. જેને લઇને હરિભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હજી તો આ લેટર બોમ્બની કળ વળે તે પહેલાં જ હરિભક્તોને વધુ બે સાધુઓની પ્રેમીલીલાનો કિસ્સો બહાર આવતાં, હરિભક્તોમાં વડતાલમાં ચાલી રહેલી પ્રવૃત્તિને લઇને રોષ જોવા મળી રહ્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોમાં કામવાસનાની વાતો અને ચેટીંગના સ્ક્રિન સોટ સમાજની આબરૂને ભારે ધક્કો પહોંચાડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

