વડોદરામાં તો ગજબ થય ગયો! ઘરનો નળ ખોલો એટલે પાણીના બદલે સીધી ચા નીકળે બોલો! જાણો વિગતે

જળ એજ જીનવ એવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સંસ્કારી નગરી વડોદરાના લોકો કેવું પાણી પી રહ્યા છે. સત્તા ભોગવનારા સતાધીશોને શું એ ખબર નથી પડતી કે પાણી કેવું આપવું જોઈએ. પોતાના ઘરમાં કદાચ ચાર ચાર ફિલ્ટર મારેલું પાણી આવતું હશે. તો શું પોતે માણસ અને બીજા પશુ છે? સતાધીશોને એકને જ સારૂ પાણી પીવાનો અધીકાર છે.

શહેરના પશ્ચિમ વિસ્તારોમાં એ હદે ગંદુ પાણી આવી રહ્યું છે કે જાણે એવું લાગે કે નળમાંથી પાણી નહીં ચા બહાર આવી રહી છે. બીજી તરફ આ અંગે તંત્રનું કહેવું છે કે પાણીની લાઇનમાં લિકેઝ થયું છે, આ લિકેઝ તંત્રને મળી રહ્યું નથી. આ સમસ્યા સર્જાઈ છે તો તેનું નિરાકરણ કેમ નથી. શું તંત્રના ભોગે તમામ મુશ્કેલીઓ શહેરીજનોને જ ભોગવવાની. સવાલ ખુબ જ મોટો છે, પરંતું તેને હાલ કોઈ સાંભળનાર નથી.

વડોદરાના રહેવાસીઓ દ્વારા પોતાના નળમાં ડોહળું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. વડોદરાના વોર્ડ નંબર 10માં આજે ગંદુ પાણી આવી રહ્યાની ફરિયાદ મળી છે. વડોદરાના વોર્ડ નંબર-10 મેયર જીગીશાબેન શેઠનો મત વિસ્તાર છે. તેમ છતાં ત્યાંના સ્થાનિક લોકોની ફરિયાદ હલ થતી નથી. વડોદારા શહેરના વોર્ડ નંબર 10ની હરીઓમનગર સોસાયટીમાં નળ ખોલતા જ કોફી કલરનું પાણી આવતું હોવાનું જાણવા મળ્યું હતું.

લોકોમાં નળમાં આવી રહેલું પાણી એટલી હદે ગંદુ છે કે જાણે એવું લાગે તે નળમાંથી સીધી ચા બહાર આવી રહી છે. સવાર સવારમાં નળમાંથી આવું પાણી આવતું જોઈને લોકોને લાગ્યું કે શું તંત્રએ પાણીના બદલે હવે નળમાંથી ચા પૂરી પાડવાનું નક્કી કર્યું છે કે શું? આવું દુષિત પાણી જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા અને તેમના વિસ્તારના કાઉન્સિલરોને ફરિયાદ કરી હતી.

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં લોકો પહેલાથી જ ગંદા પાણીની સમસ્યાથી પીડિત હતા, હવે પશ્ચિમ વિસ્તારનો વારો આવ્યો છે. આ અંગે જ્યારે સંદેશ ન્યૂઝે લોકોને મુશ્કેલીઓ વિશે વાત કરી તો તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી. લોકોએ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, નળમાં જે પાણી આવી રહ્યું છે તે પીવા માટેની વાત તો ઠીક ઘરમાં પોતા મારવા માટે પણ યોગ્ય નથી. આ સમસ્યાથી પીડાતા લોકો હવે ઉગ્ર બન્યા છે. આ લોકોએ જણાવ્યું છે કે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે આંદોલન કરીશું.

આ મામલે જ્યારે તંત્રના અધિકારીઓ સાથે વાત કરી તો, તેમણે જણાવ્યું કે, પાણીની લાઈનમાં થયેલું ભંગાણ મળી ગયા બાદ આ સમસ્યા નહીં રહે. બીજી તરફ લોકોએ ફરિયાદ કરી છે કે ગંદા પાણીને કારણે તેમની ટાંકીમાં રહેલા સ્વચ્છ પાણી પણ દુષિત થઈ ગયું છે. આથી હવે તેમને પાણીની ટાંકીની સફાઈ કરવાની ફરજ પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો