વડોદરા ટ્રાફિક પોલીસની માનવતા, ચક્કર આવતા રસ્તામાં પડી ગયેલી મહિલાને હોસ્પિટલમાં પહોંચાડી

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કડક બજાર પાસે એક મહિલાને ચક્કર આવતા રસ્તામાં જ પડી ગઇ હતી. વડોદરા ટ્રાફિક પોલીસે માનવતા દર્શાવીને મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડી હતી.

જોવા મળ્યો પોલીસનો પ્રજા પ્રત્યેનો હકારાત્મક અભિગમ

વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખાના અધિકારી અરૂણ મિશ્રા અને જવાનો કડક બજારના નાકા નજીક વાહન વ્યવહાર વ્યવસ્થા સંભાળી રહ્યા હતા. તે સમયે અંદાજે 50 વર્ષની ઉંમરની મહિલા ચક્કર ખાઇને રસ્તા પર પડી ગઇ હતી. આ મહિલા શહેરના બાપોદ વિસ્તારમાં દશાલાડ વાડી નજીક રહે છે. આ મહિલાની તબિયત નાદુરસ્ત હોવાનું જોઇને અરૂણ મિશ્રા અને જવાનોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સ વાન બોલાવીને એમની સ્થળ સારવાર અને તે પછી એસ.એસ.જી.હોસ્પિટલમાં એમની વધુ સારવારની વ્યવસ્થાનું સંકલન કરી ગણવેશમાં માનવતાના દર્શન કરાવ્યા હતા.

પોલીસ કાયદાનો અમલ કરાવવાની એમની કર્તવ્યશીલતા દર્શાવી રહી છે. અને તેની સાથે સાથે મુશ્કેલીગ્રસ્તને મદદરૂપ થવાનો માનવીય અભિગમ અને ફરજ આ શાખા ચૂકતી નથી એનો દાખલો આ ઘટનાથી બેસાડ્યો છે.

પૂર સમયે પણ પોલીસ મદદમાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત અને સાથી ઉચ્ચ અધિકારીઓ પોલીસના પ્રજાલક્ષી કામોને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને તાજેતરની અતિવૃષ્ટિ અને પૂર સહિતના સમયે શહેરીજનોને મદદરૂપ બન્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો