હવે રાજકીય નેતાઓ પણ બુટલેગર બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે! વડોદરાના કોર્પોરેટરની પોલીસે વિદેશી દારૂ સાથે કરી ધરપકડ

આમ તો ગુજરાતમાં રેકર્ડ ઉ૫ર દારૂબંધી છે. ૫રંતુ હાલ ચૂંટણીના માહોલમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ હોય તેમ છાશવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દારૂના મોટા જથ્થા મળી આવે છે. આવી એક વર્ષ અગાઉ વડોદરા ભાજ૫ના કોર્પોરેટરના ફાર્મ હાઉસમાંથી આશરે રૂ.9 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આજે પણ વડોદરાના એક કોર્પોરેટરની કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાજ્યના યુવાનો બેરોજગારીના કારણે તો શોર્ટકટમાં રૂપિયાની કમાણી કરવા માટે દારૂનો વેપલો કરતા હોય છે તો કેટલાક લોકો પોતાની આવકને વધારવા માટે તથા મોજશોખ કરવા માટે આ ધંધામાં ઝંપ લાવે છે. ત્યારે હવે રાજકીય નેતાઓ પણ બુટલેગર બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે!

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં રાજકીય નેતાની કારમાંથી જ દારૂ ઝડપાયો છે. વડોદરા ન.પા.ના અપક્ષ કોર્પોરેટર ભાવેશ પટેલની કારમાંથી દારૂ ઝડપાયો છે. રૂ.36 હજારના દારૂ સહિત 10 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. હાઈવે પર કારમાંથી LCBએ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. તમને જણાવી દઇએ કે, ભાવેશ પટેલ અપક્ષ કોર્પોરેટર અને APMCના સભ્ય પણ છે. હવે જોવાનું રહ્યું કે, આ મામલે પોલીસ ભીનું સંકેલે છે કે ભાવેશ પટેલ પર કાયદાનો ગાળિયો કસાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો