વડોદરામાં પોલીસની ઉદ્ધતાઇ, ‘હા બેન હું પીધેલો છું તમારે જે કરવુ હોય તે કરો, જાવ પીધેલાની કરો ફરિયાદ ’

રાજ્યમાં કાયદાના રખેવાડ જ લોકોની સેવા કરવાને બદલે તેમને બીવડાવી, દબાવવાની કોશિશ કરે તો બિચારી જનતા જાય તો જાય કયા.. વડોદરામાં આજે એક એવી ઘટના સામે આવી છે. જેણે જાણ્યા બાદ લોકોને પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જાય તેમ છે. વડોદરાના ગોત્રીમાં PCR વાને એક કાર ચાલકને પાછળથી ટક્કર મારી હોવાની ઘટના બની હતી. પીસીઆર વાને અકસ્માત સર્જયા બાદ PCR વાનના પોલીસ કર્મીની જુબાની સાંભળીને તમને ગુસ્સો ફાટી નીકળે તેમ છે.

આ ઘટનામાં ભોગ બનનાર કારમાં બેઠેલા મહિલા વિરુદ્ધ પોલીસે લવારી કરી હતી. આ ઘટનામાં કાર ગોત્રી વાસણા રોડ પર આવેલા જકાત નાકા પાસે હતી, ત્યારે એક પીસીઆર વાન આવીને પાછળથી ધડાકાભેર અથડાઇ હતી. ત્યારબાદ સીટ બેલ્ટ વિના જીપ ચલાવતા પોલીસ દાદા ફૂલ નશામાં હતા, અને તેમણે મહિલા સામે લવારી ચાલું કરીને જણાવ્યું હતું કે, ‘હા બેન હું પીધેલો છું તમારે જે કરવુ હોય તે કરો’, આ ઘટના બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગોત્રી વાસણા રોડ પર વાસણા જકાત નાકા પાસે પૂર ઝડપે પોલીસની પીસીઆર વાને એક કારના પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવેલી પોલીસની કાર જીગ્નેશ પટેલની કારના પાછળના ભાગે ભટકાઈ હતી. બનાવના પગલે લોકટોળા એકઠા થઈ જતાં એક સમયે ઉત્તેજના ફેલાઈ ગઇ હતી.

આ ઘટનામાં પોલીસની પીસીઆપ વાન ચલાવતા પોલીસ અધિકારીએ ઉપરથી ગુનો આચરીને નશાની હાલતમાં લવારી ચાલું કરી હતી. સીટ બેલ્ટ વિના જીપ ચલાવતા પોલીસ દાદાનો લવારી સાંભળી ત્યાં હાજર લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. પીસીઆર વાનના અધિકારીએ અકસ્માત કરીને બહાર નીકળીને ખુલ્લેઆમ બધાની વચ્ચે કહ્યું હતું કે, ‘હા બેન હું પીધેલો છું તમારે જે કરવુ હોય તે કરો’ જાવ પીધેલાની ફરિયાદ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો