‘હું તને મળવા માંગુ છુ’, વડોદરામાં દીકરીને પરેશાન કરતા યુવાનને સમજાવવા ગયેલા પિતાની ચપ્પા મારી હત્યા

વડોદરા શહેરમાં હત્યા મારામારી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. નાની-નાની વાતમાં ચપ્પાથી જીવલેણ હુમલો કરવામાં અસમાજિક તત્વોનો હાથ કાંપતો નથી. ત્યારે આજે શહેરમાં દીકરીની છેડતી કરનાર એક યુવાનને પિતા દ્વારા ઠપકો આપતા, ઉશ્કેરાયેલા યુવાને પિતાને ચપ્પાના ઘા મારી લોહીલુહાણ કરી દીધા, સારવાર મળે તે પહેલા જ આધેડનું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 50 વર્ષિય દેવજીભાઈ સોલંકી શહેરના ભૂતડી ઝાપા ચાલીમાં પોતાની 6 દીકરી અને એક સંતાન સાથે રહેતા હતા. સંતાનોમાં બે દીકરી પ્રજ્ઞાચક્ષુ છે. જેમાંથી 21 વર્ષની દીકરી ઘરની બહાર ગઈ હતી ત્યારે ચાલીમાં જ રહેતા વરૂણ પટેલ નામના યુવાને તેની છેડતી કરી તેને મળવા બોલાવી હતી. આ મામલે તેણે પિતાને માહિતી આપતા પિતા યુવાનને ઠપકો આપવા ગયા હતા. ઠપકાથી આક્રોશમાં આવેલા યુવાને આધેડ પર ચપ્પાથી હુમલો કરી દીધો, જેમાં આદેડનું મોત નિપજ્યું છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, કારેલીબાગ વિસ્તારમાં આવેલી રામદેવપીરની ચાલીમાં પિતા પોતાની 6 દીકરી અને એક પુત્ર સાથે રહેતા હતા. બુધવારે રાત્રે તેમની એક પ્રજ્ઞાચક્ષુ દીકરી ઘરની બહાર મહેમાનને આવજો-જજો કહેવા માટે ગઈ હતી, તે સમયે ચાલીમાં જ રહેતા યુવાને તેને બદ ઈરાદે મળવા માટે આવવાનું કહ્યું, યુવતીએ તુરંત તેને ના પાડી દીધી અને કહ્યું હું તને શું લેવા મળું. આ વાત તેણે ઘરે જઈ પિતાને કરી. પિતા છેડતી કરનાર યુવાનને ઠપકો આપવા ગયા. તેઓ જ્યારે ઘરે પાછા આવ્યા તો પાછળ-પાછળ થોડી જ વારમાં ગુસ્સે ભરાયેલો યુવક આવ્યો અને મને સમજાવશો તેમ કહી ચપ્પાથી પેટમાં હુમલો કરી દીધો. તુરંત બધાએ વચમાં પડી છોડાવ્યા અને આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે મોડી રાત્રે ચાલીમાં ખુની ખેલ ખેલવામાં આવ્યો હતો. આ મામલે જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને આ મામલે પરિવારનું નિવેદન લઈ આરોપી યુવાનેન ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. હાલમાં હત્યાના આરોપી યુવાનની ધરપકડ કરી લેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો