‘પતિ- પત્ની ઓર વો’નો લોહીયાળ કિસ્સો, ત્રણ સંતાનની માતાને થયો પ્રેમ, પ્રેમિએ કુદરતી હાજતે ગયેલા પતિને રહેંસી નાખ્યો

જિલ્લામાં હત્યા, મારા મારી જેવી ઘટના સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક હત્યાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ વખતે અનૈતિક સંબંધમાં પતિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી પુરા ગામમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેર નજીક આવેલા રતનપુર ગામમાં ‘પતિ- પત્ની ઓર વો’નો લોહીયાળ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમિએ પ્રેમિકા માટે પતિની કરપીણ હત્યા કરી દીધી છે. કુદરતી હાજતે ગયેલા પતિને પત્નીના પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી રહેંસી નાખ્યો છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ પ્રેમિ છૂમંતર થઈ ગયો છે. જોકે, પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, વડોદરા જિલ્લાના રતનપુર ગામમાં ત્રણ સંતાનની માતા મંગીબેનને ગામમાં જ રહેતા ભુપત રાઠોડિયા નામના યુવક સાથે પ્રેમમાં પડી ગઈ હતી. આ મામલાની શંકા પતિને થયા બાદ રોજ ઘરમાં કકળાટ કંકાસ થવા લાગ્યો હતો. દારૂડિયા પતિ રમેશ રાઠોડિયાના રોજના કકળાટથી કંટાળી પત્ની છેલ્લા કેટલાક સમયથી પિયરના સંબંધીને ત્યાં રહેવા જતી રહી હતી, પરંતુ પ્રેમ પ્રકરણને અંજામ આપવા પતિ નડતરરૂપ હતો. આ મામલે પત્નીએ તેના પ્રેમીને ફરીયાદ કરતા પ્રેમીએ બદલો લેવાનું મન બનાવી લીધુ અને 3 માર્ચે પ્રેમિકાના પતિને પહેલા માર માર્યો હતો, થોડા સમય બાદ પતિ કુદરતી હાજતે ગયો હતો, ત્યારબાદ તેની લાશ મળી આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે મૃતકના મોટા દીકરાએ ફરિયાદ નોંધાવી છે, તેમાં જણાવ્યું છે કે, અમે ત્રણ ભાઈ-બહેન અને માતા પિતા પરિવારમાં છે. હું એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરૂ છું, બપોરે જમવા આવ્યો ત્યારે પિતા કુદરતી હાજતે ગયા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ મોડે સુધી ઘરે ના આવતા શોધ કરી તો ઘર પાછળ ખેતરમાં લોહીલુહાણ હાલતમાં પિતાની લાશ મળી આવી હતી. આ મામલે ફરિયાદીએ માતાના પ્રેમી પર શંકા વ્યક્ત કરી છે, તે વારંવાર પિતાને મારવાની ધમકી આપતો હતો. હાલમાં પોલીસે હત્યાના આરોપી પ્રેમીની ધરપકડ કરવા ની દિશામાં ચક્રોગતિમાન કરી દીધા છે, સાથે પાડોશીઓની પુછપરછ કરી હકિકત જામવાના પ્રયત્નો પણ શરૂ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો