વડોદરામાં લવ જેહાદના કિસ્સામાં યુવતી ઘરે આવે તે પહેલા આઘાતથી પિતાનું મોત, અંતિમ ઇચ્છા અધૂરી રહી
વડોદરા (Vadodara)માં નાગરવાડા વિસ્તાર (Nagarvada Area)ના લવ જેહાદ (Love Jehad)ના કિસ્સામાં આઘાતથી યુવતી (Girl)ના પિતા (Father)નું મોત (death) થયું હોવાનું જાણવા મળ્યું છે. પુત્રીના આઘાતજનક પગલાંથી પિતાની તબિયત લથડી હતી. એક તબક્કે તેમણે ખાવાનું પણ છોડી દીધું હતું. નોંધનીય છે કે, થોડા વર્ષ પહેલા પણ નાગરવાડા સરકારી સ્કુલ પાસે રહેતાં વિધર્મીએ બ્રાહ્મણ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું ધર્મ પરિવર્તન કરાવી દીધું હતું.
નાગરવાડા પટેલ ફળીયામાં રહેતો ૨૩ વર્ષિય અયાઝ અઝીમમીયા શેખએ તેના વિસ્તારની હિંદુ બ્રાહ્મણની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ છોટાઉદેપુરમાં મેરેજ રજિસ્ટ્રેશન કરાવવા સફળ નહીં થતાં મુંબઈમાં નોંધણી કરાવી હતી. અયાઝ સાથે નિકાહ પઢી બ્રાહ્મણ યુવતીએ આઈરાહ નામ ધારણ કર્યુ હતુ. જેની જાણ યુવતીના પરિવારને થતાં તેમની પર આભ તૂટી પડયું હોઈ તેવી સ્થિતિ સર્જાઈ હતી.
થોડા દિવસ પહેલા કારેલીબાગ પોલીસ અયાઝ અને હિંદુ યુવતીને પોલીસ સ્ટેશને લઈ આવી હતી. તે વખતે યુવતીના પિતા પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તેમને પુત્રીના પગલાંથી એટલો બધો આઘાત લાગ્યો હતો કે, પોલીસ મથકમાં જ ધ્રુસકેને ધ્રુસકે રડી પડયાં બાદ ફસડાઈ પડયાં હતા. પોલીસેે પુછતાછ કરી બંન્ને જણાંને પોત પોતાના ઘરે જવા દીધા હતા. જે બાદ યુવતીના પિતાએ ખાવાનું પણ બંધ કરી દીધું હતું. તેઓ કોઈ પણ સંજોગોમાં પુત્રીને અયાઝની ચુંગલમાંથી છોડાવી ઘરે પરત લાવવા માંગતા હતા.
પિતાએ અન્ન ત્યાગ કર્યો હોવાની જાણ થતાં પુત્રીએ તેમને ફોન કરી પપ્પા ખાવાનું ચાલુ કરી દો, હું ઘરે આવી જઈશ, તેમ કહ્યું હતું, પરંતુ પિતાના મોંઢામાંથી કોળિયો ઉતરતો ન હતો. છેલ્લા સાત આઠ દિવસથી તેઓ જમતા પણ ન હતા. આખરે, પુત્રીના આઘાતરૂપ પગલાંથી રવિવારે પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. જેને લઈ બ્રાહ્મણ પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

