વડોદરામાં 85 ટકા ઈન્ફેક્શનવાળા દર્દીએ 34 દિવસે જંગ જીત્યો, બચવાની આશા નહીંવત, છતાં….કોરોનાને માત આપી

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 49 વર્ષના દર્દી અને કોરોના વચ્ચે હોસ્પિટલમાં 34 દિવસ જંગ ચાલ્યો હતો. ડોક્ટરે એક તબક્કે પત્ની કહ્યું હતું કે પતિને બચવાના 30 ટકા ચાન્સ છે. છતાં 34 દિવસની લડાઈના અંતે કોરોનાને માત આપી ઘર વાપસી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હિંમતે મર્દા તો મદદે ખુદા… કોરોનાનો ડર્યા વગર સામનો કરો અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખો અંતે જીત તમારી જ થશે. શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં માનવ મંદિર સોસાયટીમાં રહેતાં હિતેશ પટેલ (ઉ.49) ગત એપ્રિલ મહિનાની શરૂઆતમાં કોરોનાગ્રસ્ત થયાં હતા. હિતેશભાઈ ત્રણ દિવસ ઘરે આઈસોલેશનમાં રહ્યાં હતા. RTPCRનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ હિતેશભાઈનું ચેસ્ટ CT સ્કેન થયું, જેમાં માત્ર 2 ટકા ઈન્ફેક્શન હોવાનું નિદાન થયું હતું. હોમ આઈસોલેશનના ચોથા દિવસે હિતેશભાઈનું ઓક્સિજન લેવલ ઘટીને અચાનક 83 ટકા થઈ ગયું હતું. બાદમાં પરિવાર અને મિત્રોએ તાત્કાલિક હિતેશભાઈને આયુવેદિક ત્રણ રસ્તાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

હોસ્પિટલમાં બ્લડ રિપોર્ટ અને એક્સ-રે સહિતના ટેસ્ટ થયાં બાદ ફેંફસામાં 85 ટકા ઈન્કેક્શન હોવાનું મેડિકલ તપાસમાં બહાર આવ્યું હતું. હિતેશભાઈની હાલત ગંભીર જણાતા ડોક્ટરે તેમને ICUમાં ખસેડ્યાં હતા. વેન્ટિલેટર, બાયપેપ અને ઓક્સિજન સાથે હિતેશભાઈને બે વખત પ્લાઝામાં ચઢાવાયા અને 12 રેમેડિસિવિર ઈન્જેક્શન મુકાયા હતા.

પતિની તબિયત અંગે ડોક્ટરે પત્નીને કહ્યું હતું કે, હાલત ગંભીર અને બચાવાના 30 ટકા જ ચાન્સ છે. સતત 20 દિવસ ICUમાં રહેનાર હિતેશાભાઈની તબિયતમાં સુધારો થયો હતો. હિતેશભાઈને ICUમાંથી બહાર લવાયા અને ત્યારબાદ પણ 12 દિવસ ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા. હોસ્પિટલમાં 34 દિવસની લડાઈ બાદ આખરે હિતેશ પટેલે કોરોનાને હરાવી ઘર વાપસી કરી છે.

પત્ની, માતા, ભાઈ સહિત પરિવારના 6 સભ્યો સંક્રમિત

હિતેશભાઈના પત્ની, માતા અને ભાઈ સહિત પરિવારમાં કુલ 6 જણ કોરોનાથી સંક્રમિત થયાં હતા. હિતેશભાઈના પત્ની તે જ હોસ્પિટલમાં દાખલ થયાં, જ્યારે માતા અને ભાઈ છાણીની હોસ્પિટલમાં દાખલ થયા હતા. એક સમયે પરિવારના 6 સભ્યો કોરોના સામે જંગ લડતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો