વડોદરાની હોસ્પિટલમાં કોરોનાના દર્દીનું મોત, મૃત્યુ પહેલા વીડિયોમાં હાંફતા-હાંફતા કહ્યુંઃ ‘ત્રણ દિવસથી જાતે પાણી ભરૂ છું’..

વડોદરા શહેર સહિત રાજ્યભરમાં કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે. યુદ્ધનાં ધોરણે કોવિડ કેર સેન્ટર ઉભા કરી અને તેમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે શહેરની આજવા ચોકડી પાસેની પાયોનિયર હૉસ્પિટલમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને પડી રહેલી તકલીફોનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અહીં સારવાર લઇ રહેલા એક દર્દીનું મોત નીપજ્યું છે. તેમના મોત પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, ઓક્સિજન માસ્ક પહેરીને હાંફતા હાંફતા જણાવે છે કે, હું અહિંયા પાણી પણ જાતે જ ભરું છું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શહેરની પાયોનિયર કોવિડ કેરમાં સારવાર લઇ રહેલા દર્દી પરેશ ભુરાભાઇ ખાંટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, જાતે જ ત્રણ દિવસથી પાણી ભરૂ છું. વીડિયોમાં દેખાય છે કે, તેમને આટલું બોલવામાં ઘણો જ શ્રમ પડી રહ્યો છે. જે બાદ તોઓ બતાવે છે કે, તેમનો પાણીનો બોટલ નીચે પડી ગયો છે. વીડિયોમાં દેખાતો દર્દી 14 દિવસથી પાયોનિયર કોવિડ કેર ખાતે સારવાર લઇ રહ્યો હતો. ગઇકાલે તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું.

આ મૃતકનાં પરિવારજનોએ તો એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અમારી પાસે હોસ્પિટલમાં 27000 રુપિયા ચાર્જ લેવામાં આવ્યો છે. જ્યારે તેમને ફ્રી બેડ પર દાખલ કરાયા હતા.આ ચાર્જ શેનો લેવાયો છે તેની અમને ખબર નથી.

મળતી વિગતો પ્રમાણે મૂળે મોડાસના અને હાલમાં મકરપુરા જીઆઈડીસી પાસે રહેતા 34 વર્ષના પરેશ ભૂરાભાઈ ખાંટને 13 દિવસ અગાઉ કોરોના થયો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનુ ઓક્સિજન લેવલ ઘટી જતા પહેલા ગોત્રી હોસ્પિટલ લઈ જવાયા હતા.જ્યાંથી તેમને પાયોનિયર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો