વડોદરા કોર્પોરેશનું પતરા કૌભાંડ, રાતોરાત પાડી દીધો કરોડોનો ખેલ, દોઢ કરોડના પતરા અઢી કરોડમાં ખરીદ્યા બાદ એજ કોન્ટ્રાક્ટરને અડધી કિંમતે પતરા વેચવાનો કારસો ઘડયો
વડોદરા કોર્પોરેશન અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ગયા હોય તેમ એક બાદ એક ભ્રષ્ટાચારના મામલા સામે આવી રહ્યા છે. કોરોના મહામારીની આફતને પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવા અવસરમાં ફેરવી નાખી હોય તેમ દોઢ કરોડના પતરા અઢી કરોડમાં ખરીદતા મોટો વિવાદ સામે આવ્યો છે.
વડોદરા પાલિકાએ કોરોના મહામારીની શરૂઆતમાં કન્ટેનમેન્ટ ઝોનને સીલ કરવા પતરાની ખરીદી કરી. જેમાં પાલિકા સત્તાધીશો અને અધિકારીઓએ એક જ કોન્ટ્રાક્ટર પાસેથી દોઢ કરોડની કિંમતના પતરા અઢી કરોડમાં ખરીધ્યા છે. જેમાં પ્રતિ મીટરના 300 રૂપિયા બજાર ભાવના બદલે 550 રૂપિયાનો ભાવ મંજૂર કરી પતરાની ખરીદી કરી છે. શરૂઆતમાં નાગરવાડા વિસ્તારમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હતો. જેથી પાલિકાએ 95 ટકા વધુ ભાવ ચૂકવી પતરા ખરીદી વિસ્તારમાં લગાડ્યા હતા. જેથી માત્ર ઉત્તર ઝોનમાં જ પાલિકાએ પતરા ખરીદવા અને લગાડવા પાછળ 2 કરોડનો ખર્ચ કરી નાખ્યો જ્યારે બાકીના ત્રણ ઝોનમાં પતરા લગાડવાનો ખર્ચ માત્ર 16 થી 25 લાખ રૂપિયા જ થયો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે પતરા ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. સાથે જ જે ભ્રષ્ટાચારમાં સામેલ છે તેવા અધિકારી અને નેતાને જેલમાં નાખવાની માંગ કરી છે.
વડોદરા પાલિકા હાલમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં પતરા નથી લગાવતી જેથી તમામ પતરા અલગ-અલગ વોર્ડ ઑફિસમાં ધૂળ ખાઈ રહ્યા છે. જેથી પાલિકાના અધિકારીઓએ હવે આજ પતરા અડધી કિંમતે જે કોન્ટ્રાક્ટર પાસેથી પતરા ખરીધ્યા હતા તેને આપવાનો કારસો ઘડ્યો છે. પતરા ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપને લઈ મેયર ડોકટર જિગીષા શેઠે કહ્યું કે, ભ્રષ્ટાચારનો આક્ષેપ ખોટો છે. કોરોના મહામારી દરમિયાન ઇમરજન્સીમાં વધુ ભાવ આપી પતરા ખરીદવા પડ્યા. પતરા ખરીદી મામલે ઓડિટ કરાવવાની સૂચના મ્યુનિસિપલ કમિશનરને કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

